સબંધોનું ખૂન, પિતાને મોતને ઘાટ ઉતારતો પુત્ર

સામાન્ય બાબતે થયેલ બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા ઘટી ઘટના

સબંધોનું ખૂન, પિતાને મોતને ઘાટ ઉતારતો પુત્ર

Mysamachar.in-રાજકોટ

સબંધોના ખૂન સમી વધુ એક ઘટના રાજકોટમાં સામે આવી છે, જ્યાં પુત્રએ સામાન્ય બાબતે બોલાચાલી બાદ પિતાને મોતને ઘાટ ઉતારી દેવાની ઘટનાથી ચકચાર મચી જવા પામી છે, રૈયાગામમાં રહેતા મૃતક ફિરોઝભાઈ તાયાણીએ તેના પુત્ર ઇમરાનને જામનગર લગ્નમાં જવા સાથે લઈ જવા કહ્યું હતું પરંતુ ઇમરાને પિતાને સાથે લઈ જવાનો ઇન્કાર કરતા બન્ને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. જેમાં ઇમરાને રોષે ભરાઈને તેના પિતા ફિરોઝભાઈને બોથડ પદાર્થ મારી લોહી લુહાણ કરી દીધા હતા. ઘાયલ ફિરોઝભાઈને તુરંત સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. આ અંગે યુનિવર્સિટી પોલીસે આરોપી પુત્ર વિરુદ્ધ ગુનો દાખલ કરી તેની ધરપકડ કરી છે અને વધુ તપાસ હાથ ધરી છે.