સ્વ.દિલીપભાઈ નથવાણીના પુત્ર અને ભત્રીજાએ સાબિત કરી બતાવ્યું કે નથવાણી પરિવારના પાયા આજે પણ સહકારી ક્ષેત્રમાં ઉંડા છે

કેબીનેટ મીનીસ્ટરના માનીતા રસિકમાં સહકાર ક્ષેત્ર નિરસ, લોકપ્રિય અને ભણેલા-ગણેલા-કોઠાસુઝ વાળા નથવાણી મેદાન મારી ગયા

સ્વ.દિલીપભાઈ નથવાણીના પુત્ર અને ભત્રીજાએ સાબિત કરી બતાવ્યું કે નથવાણી પરિવારના પાયા આજે પણ સહકારી ક્ષેત્રમાં ઉંડા છે

Mysamachar.in-જામનગર:દેવભૂમિ દ્વારકા:

રાજકીય ક્ષેત્રે હાલારમા બીજી પેઢીને પણ તક મળે છે તે બાબત ખુબ રસપ્રદ બની રહી છે જેનુ વધુ એક ઉદાહરણ બન્યુ છે, તો રાજ્યના શાસક પક્ષની આખ ઉઘાડનાર એક પ્રતિષ્ઠિત સંસ્થાની ચુંટણીના પરીણામ સાથે સાથે ઝટકો મળ્યો છે તેનો સાર એ છે કે એક કેબીનેટ મીનીસ્ટરના માનીતા "રસિક" મા "સહકાર"ક્ષેત્ર "નિરસ" રહ્યુ છે. તેમજ લોકપ્રિય અને ભણેલા-ગણેલા-કોઠાસુઝ વાળા મૌલીક નથવાણી મેદાન મારી જવાની સાથે પોતાના પિતાના વારસાને જાળવી રાખવામાં સફળ બન્યા છે,

ભાજપને સહકાર ક્ષેત્ર કબજે કરવુ છે પરંતુ જોઈ એવા ફાવતા નથી અને ભાજપ મોઢુ વકાસી જુએ તેવો ઘાટ ઘડાય છે કેમ કે અન્ય સંસ્થાની જેમ સહકાર ક્ષેત્રમાં સ્વ.દિલીપભાઈ નથવાણીના ઊંડા કરેલા પાયાના વારસાને પુત્ર મૌલિક નથવાણી અને ભત્રીજા ઋષિ નથવાણી આગળ ધપાવી રહ્યા છે અને યાદ કરાવે તેવા ચોકઠાના મહારથી સ્વ.દિલીપભાઈ નથવાણીના સબંધો આજે પણ અડીખમ છે અને શાસકો  ટુંકા પડે છે,

સહકારી ક્ષેત્રના વિશ્લેશકોના મત મુજબ પંચાયત અને સહકાર ક્ષેત્ર શાસકો માટે વર્ષોથી અકળ છે અને અમુક ગામ તાલુકા સંસ્થા એક...જ્યા કબજો છે તે "લોકલ" હોલ્ટ માત્ર છે તે ભાજપના કોઇ હોય કે કોંગ્રેસમાથી ભાજપમા ગયેલ હોય તેની સ્થાનીક અને તેટલા પરતી જીત છે તે આમ જોઇએ તો એકંદર ભાજપનો સંપુર્ણ વિજય ન ગણાય, સહકાર ક્ષેત્રને આભાસી બિનરાજકીય ગણાવી અંદરખાને રાજકીય પક્ષો પોત પોતાના દાવ ગોઠવતા હોય છે પરંતુ જામનગર જિલ્લામા નથવાણી બંધુઓ, પ્રવિણસિંહ ઝાલા વગેરેનુ પ્રભુત્વ સહકાર ક્ષેત્રમા અનેરૂ છે તેમજ ગોઠવણ બેજોડ હોય છે તેમ કહેવાય છે, માટે જ ખુબ પ્રતિષ્ઠીત ગણાતી વિશાળ અને રાજ્ય સ્તરની સહકારી સંસ્થા ગુજકોમાસોલની ચૂંટણીમાં જામનગર જિલ્લાની બેઠક પરના ભાજપના સત્તાવાર ઉમેદવાર રસિકભાઈ ભંડેરીનો કારમો પરાજય થયો છે અને મૌલિક દિલીપભાઈ નથવાણી વિજેતા થયા છે આ પરિણામના સમગ્ર જામનગર અને દ્વારકા બંને જિલ્લામા ભાજપમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે,

આ ચૂંટણીમાં દેવભૂમિ દ્વારકા જિલ્લામાંથી સ્વ.દિલીપભાઈ નથવાણીના ભાઈ અરવિંદભાઈ નથવાણીના પુત્ર ઋષિ નથવાણી બિનહરીફ વિજેતા થઈ અને ડંકો વગાડી દીધો છે, ઋષિ નથવાણી તે જીતુભાઈ નથવાણીના ભત્રીજા થાય છે. જ્યારે જામનગર જિલ્લાની બેઠક માટે ભાજપના જ બે ઉમેદવારો સામેસામે ચૂંટણી લડી રહ્યાં હતા અને ભાજપને લડી જ લેવુ તુ ને બધે ખાય જ લેવુ છે એટલે તો જેમાં કેબિનેટ કૃષિમંત્રીના નિકટના જણાતા રસીક ભંડેરીને ભાજપ દ્વારા સતાવાર ઉમેદવાર જાહેર કરાયા હતા તો તેની સામે દિલીપભાઈ નથવાણીના પુત્ર મૌલિક નથવાણી મેદાનમાં ઉતર્યા હતા જેમને યાર્ડના ચેરમેન પ્રવિણસિંહ ઝાલાનો ટેકો હોવાનું ચર્ચાઈ રહ્યું હતુ,

આ માટેના મતદાનમાં જામનગર જિલ્લાની ભાજપ સહકારી મંડળીઓના 61 મતદારો મતદાર હતા જે માટે દિવસથી બન્ને ઉમેદવારો દ્વારા મતદારોને કોર્નર કરી ગાંધીનગર, અમદાવાદ લઈ જવામાં આવ્યા હોવાનું જાણવા મળયુ હતુ એકંદર કાવાદાવા ખેલાયા હતા છતા ધ ગ્રેટ નથવાણી સામે શાસકો પણ ટુંકા પડ્યા તે શાસકો માથે જોરકા ઝટકા જોરસે...જેવા લાગ્યા છે, એકંદરે ગુજકોમાસોલની ડાયરેક્ટરની ચૂંટણીમાં જામનગર જિલ્લાની બેઠક પર ભારે રસાકસી જોવા મળી અને અંતે ભાજપના ઉમેદવાર એવા કેબીનેટ મંત્રીના નિકટના રસિક ભંડેરીને કારમી હારનો પરિચય કરાવતા માત્ર 13 મત મળ્યા અને મૌલીક નથવાણીને 43 મત મળ્યા ત્યારે એવું કહી શકાય કે નથવાણી પરિવારના પાયા આજે પણ સહકારી ક્ષેત્રમાં ઉંડા છે.