ક્યારેક ઓનલાઈન છેતરપીંડીથી ગયેલા નાણા પરત પણ મળી જાય વાંચો આ કિસ્સો

પોસ્ટ ખાતામાં બચતની રકમ મેળવવાની લાલચ આપી ઓનલાઈન છેતરપીંડીની ઘટના સામે આવી હતી

ક્યારેક ઓનલાઈન છેતરપીંડીથી ગયેલા નાણા પરત પણ મળી જાય વાંચો આ કિસ્સો
symbolic image

Mysamachar.in-આણંદ

આણંદ જીલ્લાના વતની નીતાબેન નરેશભાઇ પરમારનાઓના પતિ નરેશભાઇને ગઈ તા.31-12-2020 ના રોજ કોઇ અજાણ્યા ઈસમે ફોન કરી તેઓના પોસ્ટ ખાતામાં કરેલ બચતની પાકતી રકમ લેવા માટે ડેબીટ કાર્ડની વિગતો માંગેલ જેથી નરેશભાઇએ પોતાની પાસે ડેબીટ કાર્ડ ન હોવાથી તેઓની પત્નિનો મોબાઇલ નંબર આપેલ જેથી અજાણ્યા ઇસમે નીતાબહેનનો સંપર્ક કરી બચતના નાણાં મેળવવા અંગેની જરૂરી વિગતો જણાવી બહેનને વિશ્વાસમાં લઇ ડેબીટ કાર્ડ તથા મોબાઇલમાં આવેલ OTP નંબરો મેળવી નીતાબેનના બેંકખાતામાંથી કુલ રૂ.49,966/- ઓનલાઈન ટ્રાન્ફર કરી લીધેલ હોય જેથી નીતાબેને  સાયબર ક્રાઇમ સેલનો સંપર્ક કરતા સાયબર ક્રાઇમની ટીમ દ્વારા બનાવની વિગતોની ચકાસણી કરી તાત્કાલીક જરૂરી પત્ર વ્યવહાર કરી તા.07/01/2021 ના રોજ ગયેલ રકમમાંથી રૂ.15,001/- નીતાબેનને પરત કરાવી આર્થીક નુકશાન અટકાવેલ છે.