ભાજપ શાસીત જામજોધપુર તાલુકા પંચાયતમા થઇ જોવા જેવી..

ચર્ચાઓએ પકડ્યું જોર

ભાજપ શાસીત જામજોધપુર તાલુકા પંચાયતમા થઇ જોવા જેવી..

Mysamachar.in-જામનગર:

આગામી લોકસભાની ચુંટણી નજીક છે,ત્યારે જ જુદા જુદા પક્ષોના નેતાઓમાં અસંતોષના આગ ભભૂકવા સાથે આંતરિક કલેહ સામે આવી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે,પૂર્વ કૃષિમંત્રી ચીમન શાપરીયાના વિસ્તારમાં આજે જોવા જેવી થઇ છે,ભાજપ શાશિત જામજોધપુર તાલુકા પંચાયત નું  વર્ષ ૨૦૧૯/૨૦ નુ બજેટ મંજુર થવા માટે આવ્યું હતું,પણ સભ્યોનું મતદાન થતા ભાજપના એક સભ્ય ગેરહાજર રહેતા બહુમતી કોંગ્રેસની થઇ જતા આગામી વર્ષનું બજેટ નામંજુર થવાની સાથે જ તાલુકાના રાજકારણમા  રાજકીય ભૂકંપ સર્જાયો હોય તેવી સ્થિતિ નું નિર્માણ સાથે અનેક ચર્ચાઓએ જોર પકડ્યું છે,

જયારે મતદાન થયું ત્યારે ભાજપના જ એક સભ્ય ગેરહાજર રહેતા ભાજપના સાતની સામે કોંગ્રેસના આઠ મતો પડતા ભાજપ શાશિત તાલુકા પંચાયતમા જ સોંપો પડી ગયો છે,સુત્રો એવું પણ જણાવે છે કે ગેરહાજર રહેનાર સભ્ય ભાજપ થી અસંતુષ્ટ ચાલી રહ્યા છે,અને કદાચ તેના કારણે જ આજે તેવો બજેટ સમયે જ ગેરહાજર રહ્યાનું જાણવા મળે છે,જો કે આ બાબતને કોઈ સતાવાર પુષ્ટિ હજુ સુધી મળી શકી નથી.

જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.