કોઈએ પોલીસ કંટ્રોલરૂમમાં ફોન કર્યો ને હાઈપ્રોફાઈલ શરાબની મહેફિલમાં પડ્યો ભંગ

ઝડપાયેલ તમામ મેડીકલના વિદ્યાર્થી....

કોઈએ પોલીસ કંટ્રોલરૂમમાં ફોન કર્યો ને હાઈપ્રોફાઈલ શરાબની મહેફિલમાં પડ્યો ભંગ
symbolic image

Mysamachar.in-વડોદરા

વડોદરા પોલીસ કંટ્રોલરૂમમાં ગતરાત્રીના કોઈએ ફોન કરી અને હાઈપ્રોફાઈલ દારૂની મહેફિલ ચાલી રહી હોવાની માહિતી આપતા પોલીસ એકશનમાં આવી હતી અને વડોદરામાં મેડિકલનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની હાઈ પ્રોફાઈલ પાર્ટીમાં પોલીસે ભંગ પાડ્યો હતો. વાઘોડિયા તાલુકાના આમોદર ગામ પાસે આવેલી શ્યામલ કાઉન્ટી સોસાયટીના મકાન નં-112માં દારૂની મહેફિલ માણતા સુમનદીપ વિદ્યાપીઠમાં મેડિકલનો અભ્યાસ કરતા 7 વિદ્યાર્થીઓ અને 5 વિદ્યાર્થિનીઓને ઝડપી પાડ્યા હતા.

પોલીસે સ્થળ પરથી વ્હાઇટ વોકર ઇંગ્લિશ દારૂની ખાલી બોટલ-2, બ્લેક ડોગ બ્લેક રિઝર્વ ઇંગ્લિશ દારૂની ખાલી બોટલ-1, બ્લેક ડોગ ત્રિપલ હોલ્ડ રિઝર્વ ઇંગ્લિશ દારૂની ખાલી બોટલ-1, ટીચર્સ હાઇલેન્ડ ક્રીમ ઇંગ્લિશ દારૂની ખાલી બોટલ-1, વેટ 69 ઇંગ્લિશ દારૂની ખાલી બોટલ-1, પાણીની બોટલો, પ્લાસ્ટિકના ગ્લાસ, 10 મોબાઇલ તેમજ જૈનમ મહેતાની કાર અને અંશુલ ગુપ્તાની કાર મળીને કુલ રૂપિયા 9,55,000 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. અને તમામ સામે વાઘોડિયા પોલીસ મથકમાં ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

શ્યામલ કાઉન્ટી સોસાયટીના મકાન નં-112માં રહેતા ભાડેથી રહેતા ડો. કિર્તન પટેલ અને જૈનમ મહેતાએ દારૂની મહેફિલનું આયોજન કર્યું હતું. દારૂની ચાલતી મહેફિલની જાણ કોઇ અજાણ્યા વ્યક્તિએ પોલીસ કંટ્રોલમાં કરી હતી. જેને આધારે વાઘોડિયા પોલીસે દરોડો પાડી દારૂની મહેફિલ માણી રહેલા તબીબી વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓને નશામાં ચૂર હાલતમાં ઝડપી પાડ્યા હતા. દારૂની મહેફિલ માણતા ઝડપાયેલા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓ પૈકી મોટાભાગના સુમનદીપ વિદ્યાપીઠ, પીપળીયા, વાઘોડિયા ખાતે અભ્યાસ કરી રહ્યા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું અને પોલીસ તપાસમાં તમામ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ પીધેલા હોવાનું જણાઇ આવ્યું હતું.