Mysamachar.in-જામનગર:દેવભૂમિ દ્વારકા:
આ વખતની વિધાનસભા ચુંટણી તો કોણ જાણે સૌને કેટલી મહેનત કરાવશે કેટલા આચકા આપશે ને શુ નુ શુ કરશે એ પ્રચાર વખતે ને પ્રચાર બાદ તેમજ પરિણામો બાદ પણ ચિંતા જ કરાવ્યા રાખશે ને થકવશે કે શુ? આ સવાલ શાસકોને વધુ અને મુખ્ય હરિફને ભલે અડધો પડધો પણ સતાવે તો છે જ તેમ વિશ્લેષકોનો અભિપ્રાય છે, હાલારમા પરિસ્થિતિ પ્રવાહી હોઇ સ્પષ્ટ ચિત્ર જુજ બેઠક બાદ કરતા કઇ તારણ આવતુ નથી કેમ કે મતદારો કઇ કળવા દેતા નથી માટે વિમાસણ બહુ મોટી છે અને જામનગર જિલ્લામા તો શહેરની બે બેઠક સિવાય શાસક પક્ષ માટે ને મુખ્ય હરીફ બેય માટે ચિંતા છે કે શુ કરવુ.?
એકંદર જોઇએ તો જામનગર દ્વારકા જિલ્લાની અમુક બેઠકો ભાજપ કોંગ્રેસ બેય માટે નાગરીકો હાલ તો “હિંચકા” નાખતા હોય તેવા અર્થ રાજકીય પક્ષો કરે છે અને અનુભવ પણ તેવો જ કરે છે કે આ હીંચકા કઇ બાજુના છે તે નક્કી થય જાય તો કઇક ખબર પડે કે શુ કરવુ પણ જામતુ નથી…વગેરે ઉદગાર વિચાર ચિંતન હાલ તો રાજકીય લોકોને ઘેરી રહયા છે, ઉપરથી કોને ખબર દર વખત જેવો ચુંટણીનો કલર નથી જામતો તેમજ નાણા પણ ખાસ કઇ ફરતા નથી દેખાતા જે છેલ્લી ઘડીએ તો રણકાર નહી કરે ને? આ તો લોકોની તરહ તરહની ચર્ચા છે.
આ માહોલ વચ્ચે જોઇએ તો 76-કાલાવડ તો બધી જ રીતે બોદુ છે કેમકે બંને મુખ્ય પક્ષોના ઉમેદવારોની પ્રજામા લોકપ્રિયતા છે કે નહી તે કોઇ કહી શકે તેમજ નથી ભાજપ અને કોંગ્રેસ બેય વિચારે છે કેમકે એક સ્થાનિક પરંતુ આયાતી જેવા ઉમેદવાર પસંદ કરવા પડ્યા છે જેનો પક્ષમા જ વિરોધ છે તો કોંગ્રેસના ઉમેદવારને એન્ટી ઇન્કમ્બન્સીનો ડર છે, તો આ બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર કોઈ ચિત્રમાં જ નથી તેવો માહોલ છે. તેવી જ રીતે જામજોધપુર વસરૂ ને કથોરૂ ભાઇ કેમકે પુર્વમંત્રી ગાયબ જ રહેતા તો કોંગ્રેસના ઉમેદવાર માટે વિમાસણમાં છે. માટે જામજોધપુરને લાલપુર તાલુકામા કોની તરફ જુવાળ છે તે જ અવઢવ વચ્ચે ભાજપ માટે કદાચ કપરા ચઢાણ બની જાય તેવુ છે, બીજી તરફ જામનગર ગ્રામ્યમા હજુ ઘણુ કવર કરવાનુ બાકી છે ભલે કેબિનેટ મિનિસ્ટર ભાજપમાથી લડે છે પરંતુ ગામડામા સંપુર્ણ લોકોમા પ્રચાર માટે પહોંચવુ અઘરૂ તો છે જ અને કોંગ્રેસ તો હજુ પ્લાનીંગ કરે છે કે શુ કરવુ ને શુ નહી?
દ્વારકા જિલ્લામા થોડો કલર ભાજપ તરફી છે પરંતુ કોંગ્રેસમા કોઇ ઢંગધડા નથી માટે ખંભાળીયા અને દ્વારકા બેઠકમા જો કે કોંગ્રેસ માટે તો કપરૂ છે..જ પણ ભાજપને ય કઇ સહેલુ નથી તેમ હાલની સ્થિતિ અંગે જાણવા મળ્યુ છે, ખાસ તો જામનગરની 78 અને 79 ઉતરને દક્ષીણ બેય બેઠકમા ભાજપની મહેનત રંગ લાવશે કેમકે હવે મહેનત જરાક જ ઘટતી હોય તેમ લાગે છે.
આવા તમામ વિશ્લેષણ રાજકીય લોકો કરે છે અને ઉમેરે છે કે હાલારના બે ય જિલ્લામાં ભાજપ કોંગ્રેસનુ જે ચિત્ર ઉપસે કે બદલે પરંતુ આપ ના એકાદ ઉમેદવારની પસંદગી કદાચ ઠીક ઠીક સાબિત થાય તેને બાદ કરતા ઉમેદવારોમા થાપ ખાઇ ગયુ હોવાથી એ તો સમીક્ષામા પણ નહી આવે તેવુ છે કેમકે આપ તો દિશાવિહીન દોડે છે કોણ આવે પ્રચારમા કોણ નહી તે નક્કી જ નથી થતુ આ રીતે આમ આદમી.પાર્ટી બધુ જ ફ્રી આપીશુ તેમ વચન આપે તોય પ્રજા ભરોસો કરશે કે કેમ? તે યક્ષ પ્રશ્ન વચ્ચે આપ ના ઉમેદવારો જ ખુદ અવઢવમા છે.
એકંદર હાલની સ્થિતિએ હાલારની સાતેય બેઠક ઉપર ગણીત ઉલટ સુલટ થાય તો નવાઇ નહી બે તન બેઠક બાદ કરતા જન આક્રોશ જે છુપો છે તે દરેક રાજકીય પક્ષો માટે અમુક અમુક વિસ્તારોમા છે તો રાજકીય પક્ષોના દરેક કાર્યકર્તાઓ હજુ ફુલ ફ્લેજમા સક્રિય નથી હવે ઇંધણ પુરાય તો થાય ત્યા તો…..રાત થોડી ને વેષ જાજા……જેવુ નહી થાય? માટે મુખ્ય હરીફ પક્ષોના ક્યા ઉમેદવાર તરફ મતદારોનો લગાવ રહેશે? તે કળવુ કપરૂ હોય બધા જ ઉમેદવારો નેતાઓ આગેવાનો સંગઠનો એમ બધા જ હાલ ચિંતામા હોઇ ગોટે ચડેલા હોય પ્રચાર જામતો નથી તો વળી અમુક ઉમેદવારો ને તો નાગરીકો રોકડુ પરખાવે છે કોક રસ નથી લેતા કોક મોઢા બગાડે છે અરે ઘણા તો ચોપાનીયા ફરફરીયા પણ અડતા નથી તો અમુક કહે છે કે તમે બધા સરખા જ છો પછી કોઇ ફરકશો નહી….વગેરે અનેક આયામથી મુદાઓ ઉઠતા પક્ષોના હોદેદારો કે ઉમેદવારોએ અમુક વિસ્તારોમા ન જવુ તેવુ હવે મન બનાવ્યાની પણ ચર્ચા છે કેમકે બંને મુખ્ય હરીફ પક્ષ ભાજપ કોંગ્રેસના દરેક ઉમેદવારોને સોલિડ આત્મવિશ્વાસ નથી તેવુ એક તારણ સામે આવ્યુ છે,
-નોટા નો ડર..
એક એવી સમીક્ષા સામે આવી છે કે NOTA નો ભરપુર ઉપયોગ કરવા હાલારના જાણકાર મતદારોમા થનગનતી આતુરતા છે કેમ કે કોઇ ઉમેદવારો ન ગમે તો NOTA નુ છેલ્લુ બટન તો છે અને જોકે દર વખતે ન બને પરંતુ ક્યારેક બને છે કે નોટાએ પરીણામો સમીક્ષા જનક બનાવ્યા છે માટે મંદી મોંઘવારી બેરોજગારી મોંઘાદાટ શિક્ષણ દવાખાના મોઘા તેમજ દરેક ગામડાઓમા પુરતી સુવિધાઓ નથી રજુઆતો ઘણા નેતાએ સાંભળી નથી તેમજ વ્યક્તિ વિકાસનો પાયો મંડાયો નથી જીવન ધોરણ મુશ્કેલ હોઇ હાલારમા આ વખતે નોટા ચિત્ર પલટાવે તો નવાઇ નહી ગત ચુંટણીમા ગુજરાતમા છ બેઠકના પરિણામો નોટા ના લીધે ઉલટ સુલટ થયાનુ સમીક્ષા કરનારાઓ કહે છે.