જામનગર:મોટાભાગની ખાનગીશાળાઓ માં રમતગમતના મેદાનો માત્ર કાગળ પર...

રમતગમત સિવાયના હેતુ માટે મેદાનનો ઉપયોગ ગેરવાજબી:જીલ્લા શિક્ષણાધિકારી

જામનગર:મોટાભાગની ખાનગીશાળાઓ માં રમતગમતના મેદાનો માત્ર કાગળ પર...

કોઈપણ ખાનગી શાળા જયારે શરૂ કરવાની હોય ત્યારે શાળા પાસે વિદ્યાર્થીઓને રમતગમત માટે મેદાન સહિતની જરૂરી સાધનસામગ્રી સરકાર ના નિયમોમાં આવશ્યક છે..પણ જામનગર શહેર માં મોટાભાગની  ખાનગી શાળાઓ એવી છે...જેમાં રમતગમત ના મેદાનો તો છે પણ  માત્ર કાગળ પર!!!તો જે શાળાઓ પાસે પોતાના મેદાનો છે...તે પણ શાળાઓ થી ખુબ દુર હોવાનું જામનગર શહેર ની કેટલીય ખ્યાતનામ ખાનગી શાળાઓમાં સામે આવ્યું.....છતાં પણ નિયમોની એસીતેસી કરનાર શાળાઓ સામે પગલા ભરવામાં શિક્ષણ વિભાગ લાજ કાઢી રહ્યો તેવો વાલીઓનો આક્ષેપ છે...

જામનગર શહેરની કેટલીય  ખાનગી શાળાઓ ની પડતાલ કરવામાં આવી ત્યારે સામે આવ્યું કે અમુક શાળાઓ પાસે તો કોઈ મેદાન જ નહોતા તો અમુક શાળાઓ એવી પણ હતી કે જેને ભાડાકરાર કરેલ મેદાનો તો હતા પણ તેમાં પાર્કિંગ અથવા તો અન્ય હેતુઓ માટે બેફામ રીતે ઉપયોગ  થઇ રહ્યો છે છતાં તંત્રની દ્રષ્ટિ ત્યાં પહોચતી નથી..જામનગર ની મોટાભાગની ખાનગીશાળાઓ વાલીઓ પાસેથી તગડી ફી ની વસુલાત તો કરે છે પણ સામે રમતગમતના મેદાન સહિતની સુવિધાઓ ને નામે વાલીઓ અને વિદ્યાર્થીઓ સાથે રમત રમી રહી હોવાનું સામે આવી રહ્યું છે..ત્યારે જામનગર જીલ્લા શિક્ષણાધિકારી કચેરીના અધિકારીઓ એ કુંભકર્ણ ની નિંદ્રામાં થી જાગીને  નિયમોને નેવે મુકનાર શાળાઓ સામે આકરા પગલા લેવા જોઈએ તેવી માંગ વાલી અને વિદ્યાર્થી સંગઠનો માં ઊઠવા પામી છે..

રમતગમત સિવાયના હેતુ માટે મેદાનનો ઉપયોગ ગેરવાજબી:જીલ્લા શિક્ષણાધિકારી

ખાનગી શાળાઓના મેદાનોના નિયમના ઉલાળીયા અંગે અંગે જયારે જીલ્લા શિક્ષણાધિકારી કે.ટી.કણસાગરાની mysamachar.in દ્વારા પ્રતિક્રિયા લેવામાં આવી ત્યારે તેવોએ રમતગમત ના મેદાનોનો નિયમ ફરજીયાત હોવાનો સ્વીકાર કરી ખાનગીશાળાઓ એ રમતગમતના મેદાનોનો રમતગમત સિવાય અન્ય કોઈ હેતુ માટે ઉપયોગ કરવો જોઈએ નહિ અને જો કોઈ શાળા આવો ઉપયોગ કરતી હોય તો તે ગેરવ્યાજબી ગણી શકાય...અને તે અંગે તપાસ કરી પગલા લેવાશે તેમ જણાવ્યું.

ખાનગી શાળાઓમાં મેદાનો કાગળ પર છતાં તંત્ર તમાશો નિહાળે છે.કિશોર મજીઠીયા:પ્રમુખ:વીરબાઇ જલિયાણ વાલીમંડળ

તો વાલીઓનું પ્રતિનિધિત્વ કરતી જામનગરની વીરબાઈ જલિયાણ વાલીમંડળ ના પ્રમુખ નું પણ માનવું છે કે શાળાઓ સરેઆમ નિયમોનો ભંગ કરી અને મેદાનો માત્ર કાગળ પર બતાવે છે..છતાં પણ જીલ્લા શિક્ષણાધિકારી કચેરી માત્ર તમાશો જોવાનું જ કામ કરે છે ખરેખર નિયમોનું પાલન ના કરનાર શાળા સામે આકરા પગલા લઇ અને આવી શાળાઓની મંજુરી રદ કરવી જોઈએ..