જામનગર શહેરની કેટલીક પ્રાથમિક શાળામાં આજે ભોજનમાં નીકળી ઇયળો...

શાસનાધિકારી ઢાંકપીછોડો કરે છે...

જામનગર શહેરની કેટલીક પ્રાથમિક શાળામાં આજે ભોજનમાં નીકળી ઇયળો...

 Mysamachar.in-જામનગર:

જામનગર શહેરમા નગરપ્રાથમિક શિક્ષણ સમિતિ હેઠળની શાળાઓમાં આપવામાં આવતા મધ્યાહન ભોજનમાં આજે ઇયળો નીકળતા બાળકો તો ઠીક શાળાના શિક્ષકો પણ આશ્ચર્યમાં મુકાઈ ગયા હતા, અને અમુક શિક્ષકો પાસેથી જાણવા મળ્યા મુજબ આવું અવારનવાર બનતું હોય છે.આજે પણ ત્રણ ચાર જેટલી શાળાઓમાં ભાતમાંથી ઇયળો રીતસરની જોવા મળી છે, આવો ખોરાક બાળકો કેમ આરોગે તે સૌથી મોટો પ્રશ્ન છે, એક તરફ રોગચાળો વકરી રહ્યો છે, તો બીજી તરફ આ રીતે બાળકોને આપવામાં આવતા ભોજનમાં ઇયળો નીકળે તે બાબત ખુબ જ ગંભીર કહી શકાય તેવી છે, ત્યારે આ મામલે શાશનાધિકારી સી.એમ.મહેતા ને પૂછવામાં આવ્યું ત્યારે તેવો તો આ મામલે અજાણ હોવાનો રાગલાપ આપીને મારા ધ્યાનમાં આવું કાઈ આવ્યું નથી તેમ કહી હાથ ઉંચા કરી લીધા જે બાબત કેટલી વાજબી..?