શાળાઓનું વેકેશન ખુલ્યું પણ અહીતો શાળાઓના તાળા જ ના ખુલ્યા....

શૈક્ષણિકકાર્ય શરૂ થયું...પણ રજા ભોગવી રહેલા કેટલાક શિક્ષકોને તો જાણે વેકેશન પૂર્ણ થવાની ખબર જ ના રહી

શાળાઓનું વેકેશન ખુલ્યું પણ અહીતો શાળાઓના તાળા જ ના ખુલ્યા....

ગઈકાલે રાજ્યભરની સરકારી સહિતની શાળાઓમાં વેકેશન પૂર્ણ થયું અને શૈક્ષણિકકાર્ય શરૂ થયું... પણ રજા ભોગવી રહેલા કેટલાક શિક્ષકોને તો જાણે વેકેશન પૂર્ણ થવાની ખબર જ ના રહી અને ગઈકાલે આવા જ કેટલીક સરકારી શાળાના ગુટલીબાજ શિક્ષકો અને આચાર્યો  દેવભૂમિ દ્વારકા જિલ્લાના જીલ્લાપ્રાથમિક શિક્ષણાધિકારી ની તપાસમાં માં ઊંઘતા ઝડપાઈ ગયા... મળતી માહિતી મુજબ ગઈકાલે શાળાઓ ખુલવાના પ્રથમ દિવસે જ શિક્ષકોની હાજરી શાળામાં છે કે કેમ તે ચેક કરવા માટે દેવભૂમિદ્વારકા જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી બી.એચ.વાઢેર પોતે જ વહેલી સવારે શાળાઓ ચેક કરવા નીકળ્યા ત્યારે કેટલાક ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા....

જેમાં  ભાણવડ તાલુકાની સાજડીયાળી પ્રાથમિક શાળામાં શાળા ભલે શરૂ થઇ ગઈ પણ શાળા બહાર તાળું લટકતું હતું માટે સાજડીયાળી પ્રાથમિક શાળાના આચાર્ય સહીત તમામ શિક્ષકોને નોટીસ,જયારે અન્ય કંટોલીયા પ્રાથમિક શાળામાં પણ બે શિક્ષકો તો હાજર હતા પણ શાળામાં તાળું હતું અને ચાર શિક્ષકોની ગેરહાજરી હોવાનું સામે આવતા ગેરહાજર શિક્ષકોને નોટીસ આપવામાં આવી છે,જયારે રેટાકાલાવડ શાળામાં પણ ૪ શિક્ષકો ગેરહાજર હતા અને ખજુરીયા પ્રાથમિક શાળામાં પણ એક શિક્ષક ગેરહાજર હોવાનું સામે આવતા  જીલ્લાપ્રાથમિક શિક્ષણાધિકારી વાઢેર એ બાબત ને ગંભીરતા થી લઈને જે શિક્ષકો અને આચાર્યો એ સમયસર ના આવી બેદરકારી દાખવી છે... તે ગેરહાજર તમામ ૯ થી વધુ શિક્ષકો ને નોટીસો આપી અને ખુલાસાઓ પૂછવામાં આવતા દેવભૂમિ દ્વારકા જીલ્લાના શિક્ષણતંત્ર માં અને ખાસ કરીને છાશવારે ગુટલી મારી જતા શિક્ષકો અને આચાર્યોમાં ખળભળાટ મચી જવા પામ્યો છે..સરકારમાં થી તગડો પગાર મેળવ્યા બાદ શાળા શરૂ થવાના પ્રથમ દિવસે જ ગુટલી મારી જનાર શિક્ષકો અને આચાર્યો હવે શું ખુલાસાઓ આપશે અને બાદમા  જીલ્લાપ્રથામિક શિક્ષણાધિકારી દ્વારા શું પગલા લેશે તેના પર સૌની મીટ મંડાયેલી છે...