સાવધાન ! દિવાળીમાં ફટાકડા ફોડતા પહેલા રાખજો આ ધ્યાન

વાલીઓએ ખાસ જાણવા

સાવધાન ! દિવાળીમાં ફટાકડા ફોડતા પહેલા રાખજો આ ધ્યાન
ફાઇલ તસવીર

Mysamachar.in-જામનગરઃ

ના-મોટા સૌ કોઇ દિવાળીના  ફટાકડા ફોડી હર્ષોલ્લાસ સાથે તહેવારની ઉજવણી કરી રહ્યા છે. પરંતુ દિવાળીમાં ફટાકડા ફોડવા બાબતે થોડી સાવધાની રાખવી જરૂરી છે. નહીં તો ક્યાંક મજા સજામાં બદલાઈ શકે છે. આ માટે જ ફટાકડા ફોડતી વખતે શું ધ્યાનમાં રાખવું તે જાણી લેવું જરૂરી છે. આમ તો દિવાળી પ્રકાશનું પર્વ છે. દિવાળી પર્વને દીપોત્સવ પણ કહેવામાં આવે છે. દિવાળીમાં લોકો દીપ પ્રગટાવીને ઉજવણી કરતા જ હોય છે છે સાથે સાથે ફટાકડા ફોડીને પણ દિવાળી પર્વની ઉજવણી કરવામાં આવે છે. બીજી તરફ દિવાળી દરમિયાન આગ લાગવાની ઘટનાઓ પણ બનતી હોય છે. આ સમયગાળા દરમિયાન મોટા ભાગની આગની ઘટનાઓ ફટાકડાને કારણે બનતી હોય છે.

ચીફ ફાયર ઓફિસરનું કહેવું છે કે દિવાળીના તહેવારમાં આગ-અકસ્માતની ઘટનાઓમાં 30 ટકાનો વધારો થાય છે. આગ તેમજ અકસ્માતની ઘટનાઓમાં દાઝી જવાના બનાવો પણ બનતા હોય છે. આથી દિવાળીમાં ફટાકડા ફોડીને ઉજવણી કરતા લોકોએ અમુક સાવધાની રાખવી એટલી જરુરી છે. નાના બાળકોને બોમ્બ અને કોઠી જેવા ફટાકડાથી દૂર રાખો. ફટાકડા ફોડતી વખતે ફૂલ સ્લીવના કપડાં પહેરવા. ફટાકડા ફોડતા પહેલા બને તો કોટનના કપડાં પહેરવા. સિન્થેટિક કપડાં પહેરવાનું ટાળવું જોઈએ.ફટાકડા ફોડતી વખતે બૂટ અને ચંપલ પહેરવા જરુરી છે.આગ લાગવાની સંભાવના હોય તેવા ફટાકડા ન ફોડવા જોઈએ. નાના બાળકોને જાતે ફટાકડા ફોડવા માટે આપવા નહીં. ફટાકડા ફોડતી વખતે પાણીની ડોલ ભરીને પાસે રાખવી. ખાલી પડેલા માટલા, પ્લાસ્ટિકના કે લોખંડના ડબ્બાઓમાં બોમ્બ ફોડવા નહીં.

ઉલ્લેખનીય છે કે દિવાળી દરમિયાન આગ અને દાજી જવાની ઘટના સર્જાતી હોય છે, સાથે જ પ્રદુષણ પણ ફેલાવવાનો ખતરો રહે છે. જો સાવચેતીપૂર્વક તહેવારની ઉજવણી કરવામાં આવે તો મોટી દૂર્ઘટના બનતા અટકાવી શકાય છે. દૂર્ઘટનાને કારણે સુપ્રીમ કોર્ટે પણ નવા નિયમો બનાવ્યા છે, જેમાં ફટાકડા ફોડવા માટેનો સમય નિર્ધારિત કરવામાં આવ્યો છે. દિવાળી દરમિયાન રાજ્યના દરેક કલેકટર દ્વારા ફટાકડા ફોડવા માટેના સમય અંગે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવે છે. આ જાહેરનામા પ્રમાણે જ જનતાને ફટાકડા ફોડવાની છૂટ આપવામાં આવે છે, એટલું જ નહીં જો કાયદાનો ભંગ થાય તો કાયદાકીય કાર્યવાહી પણ કરવામાં આવે છે. એટલે સાવધાની પૂર્વક અને ચોક્કસ કાળજીપૂર્વક પ્રકાશ વર્ષની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવી જોઇએ.