Myasamachar.in:જામનગર
થોડા દીવસો પૂર્વે જામનગર નજીક ચેલા ગામ એસઓજીએ એક મકાનમાં દરોડો પાડી મેફેડ્રોન ડ્રગ્ઝના 34 ગ્રામ જથ્થા સાથે એક શખસને દબોચી લીઘો હતો.જે નશીલો પદાર્થ મહારાષ્ટ્રના પનવેલના શખસ પાસેથી મેળવ્યો હોવાનુ કબુલતા પોલીસે બંને સામે ગુનો નોંધ્યો હતો.જે પ્રકરણમાં ફરાર આરોપીને સ્પેશ્યલ ઓપરેશન ગ્રૃપની ટીમે મહારાષ્ટ્રના પનવેલ ખાતેથી દબોચી લીઘો હતો જામનગર નજીક ચેલા ગામે એસઓજી પોલીસે એક મકાનમાં દરોડો પાડી માદક પદાર્થ મેફેડ્રોનના 34 ગ્રામ જથ્થા સાથે ઇમ્તીયાઝ લાખા નામના શખ્સને પકડી પાડયો હતો. જેના કબજામાંથી રૂ.3.40 લાખથી વધુની કિંમતનુ મેફેડ્રોન સહિત રૂ.3.50 લાખ સહિતનો મુદામાલ કબજે કર્યો હતો.પોલીસે પકડાયેલા આ શખ્સની પ્રાથમિક પુછપરછ હાથ ધરતા ઉકત જથ્થો મહારાષ્ટ્રના પનવેલ પાસે રહેતા શખસ પાસેથી મેળવ્યો હોવાની કબુલાત આપી હતી.જે બાદ મહારાષ્ટ્રના પનવેલ સુધી એસોજીએ તપાસ લંબાવી હતી અને માલ પુરો પાડનાર ફરાર આરોપી આસીફ ઉર્ફે આસીફ લાલા પીરાણીને પનવેલ પાસે વ્હાલગાંવ,ઉલવા પાસેથી દબોચી લઇ અને વધુ કાર્યવાહી અને પૂછપરછ શરુ કરવામાં આવી છે.