ખંભાળિયા તાલુકા બેરાજા ગામેથી ગાંજાના જથ્થા સાથે એક શખ્સને SOG એ ઝડપી પાડ્યો

ખંભાળિયા તાલુકા બેરાજા ગામેથી ગાંજાના જથ્થા સાથે એક શખ્સને SOG એ ઝડપી પાડ્યો

Mysamachar.in-દેવભૂમિ દ્વારકા

નાર્કોટીક્સના સફળ કેસો કરવા દેવભૂમિ દ્વારકા SOG સ્ટાફના પોલીસ કર્મચારીઓ પ્રયત્નશીલ હોય દરમ્યાન ખાનગી બાતમીદાર મારફતે ચોક્કસ હકીકત મળેલ કે બેરાજા (બારાડી) ગામની પટ્ટવારી સીમમાં રહેતા પુંજાભાઇ કારૂભાઇ કરમુર પોતાના રહેણાંક મકાને માદક પદાર્થ ગાંજો રાખી છુટક વેચાણ કરે છે અને હાલમાં ગાંજાનો મોટો જથ્થો તેના રહેણાંક મકાને વેચાણ અર્થે રાખેલ છે જેથી બાતમી અન્વયે પો.ઇન્સ. જે.એમ.ચાવડા સહિતની ટીમે નાર્કોટીક્સની રેઇડનું આયોજન કરી SOG સ્ટાફના માણસો સાથે મળેલ હકિકત આધારે કાર્યવાહી કરતા ઈસમ પુંજાભાઇ કારૂભાઇ માલદેભાઇ કરમુર ધંધો ખેતી રહે. બેરાજા (બારાડી) ગામ, પટ્ટવાડી વિસ્તાર તા. ખંભાળીયા વાળાના કબ્જા ભોગવટાના રહેણાંક મકાનના ફળીયામાંથી ગેરકાયદેસર માદક પદાર્થ ગાંજો 4 કિલ્લો 7 ગ્રામ કિં.રૂ. 40,070/- ગાંજાને ભરવા માટે ઉપયોગમાં લીધેલ ધાતુનો ડબ્બો તથા બાચકુ મળી કુલ રૂપીયા 41,070/-ના મુદામાલ સાથે મજકુર ઇસમને પકડી પાડી આરોપી વિરૂધ્ધ ખંભાળીયા પોલીસ સ્ટેશનમાં એન.ડી.પી.એસ. કલમ 8(સી), 20(બી) તથા 29 મુજબનો ગુન્હો નોંધાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.