રિક્ષાચાલકને રોકી SOGએ ચેક કરતા ગાંજાનો મોટો જથ્થો મળી આવ્યો
જામનગરમાં વધુ એક વખત નશાના સામાનને પોલીસે ઝડપી પાડ્યો

Mysamachar.in- જામનગર:
દારૂની સાથે સાથે અન્ય નશો કરવાની આદત પણ લોકોમાં ક્યાંક ને ક્યાંક વધી રહી પોલીસ આવા તત્વોને ઝેર કરવા ચાંપતી નજર રાખે છે, જામનગરમાં પણ નશાનો સામાન નશો કરનાર સુધી પહોચે તે પૂર્વે જ એસઓજીએ ગાંજાનો માતબર જથ્થો ઝડપી પાડ્યો છે. જામનગરમાં નશીલા પદાર્થોના વેપાર ઉપર રોક લગાવવા અને નશાખોરી રોકવા માટે અને તે દિશામાં પરીણામલક્ષી કામગીરી કરવા જામનગર ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક નિતેશ પાંડેય દ્વારા જામનગર જીલ્લામાં આ બાબતે કડક કાર્યવાહી કરવા સૂચના કરેલ. જે અન્વયે એસ.ઓ.જી પોલીસ ઈન્સપેકટર એસ.એસ.નિનામાના માર્ગદર્શન તથા સુચના મુજબ એસ.ઓ.જી સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હોય....
દરમ્યાન સ્ટાફના અરજણભાઈ કોડીયાતર તથા સોયબભાઇ મકવા ને ખાનગી બાતમી હકિકત મળેલ કે અસપાક ઉર્ફે બાહુમામા હુશેનભાઇ માડકીયા રહે ખોજાનાકા જામનગર વાળો પોતાની સીએનજી રીક્ષા રજી. નં. GJ-1-AV-1831 લઇ ને ગાંજાના જથ્થા સાથે ગુલાબનગરથી પસાર થવાની હોય જે બાતમી હક્કિત આધારે રેઇડ કરતા આ ઇસમની રીક્ષામાંથી 12 કિલો ગાંજો જેની કીમત એક લાખ વીસ હજાર તથા અન્ય મુદામાલ સાથે મળી આવતા તેની વિરૂધ્ધ સીટી "બી" ડીવી. પો.સ્ટે. એન.ડી.પી.એસ. એકટ મુજબ એ.એસ.આઇ ચંન્દ્રસિહ જાડેજા એ ફરીયાદ આપતા ગુનો દાખલ કરાવેલ છે.