ક્યાંથી થાય સમાજનું કલ્યાણ..? સમાજ કલ્યાણ અધિકારી લાંચના છટકામાં ઝડપાયા

આ કામ માટે 10,000 માગ્યા ને એસીબીએ ઝાલી લીધો

ક્યાંથી થાય સમાજનું કલ્યાણ..? સમાજ કલ્યાણ અધિકારી લાંચના છટકામાં ઝડપાયા

Mysamachar.in:બનાસકાંઠા

બનાસકાંઠા જીલ્લામાં ACB ટીમે સમાજ કલ્યાણ અધિકારીને 10 હજારની લાંચ લેતા ઝડપ્યો છે. સરકારી ગ્રાન્ટેડ છાત્રાલય ચલાવતા અરજદાર સરકાર તરફથી મળતી છાત્રોના નિભાવની સરકારી ગ્રાન્ટ પાસ કરવાના તેમજ કોઈ ખામીઓ ન કાઢી ગ્રાન્ટ મંજૂર કરવા સારુ આક્ષેપીતે 10 હજારની લાંચની સમાજ કલ્યાણ અધિકારી અમિત પટેલે માંગતા જે બાબતે અરજદારે પાલનપુર ACB કચેરીનો સંપર્ક કરી જે લાંચની રકમ અરજદાર આપવા માંગતા ન હતા. જેથી ACB ને જાણ કરતા એસીબી પાલનપુર દ્વારા થરાદ ચાર રસ્તા ભાભર રોડ પર લાંચનું છટકુ ગોઠવતાં આક્ષેપીતે ફરીયાદી સાથે વાતચીત કરી 10 હજાર લાંચ પેટે સ્વીકારતા સમાજ કલ્યાણના અધિકારી અમિત પટેલન રંગે હાથ ઝડપાઈ આવ્યો હતો.