જામનગર શહેરમાં બે મકાનોને તસ્કરોએ બનાવ્યા નિશાન

પોણા બે લાખની મતા ચોરી ગયા 

જામનગર શહેરમાં બે મકાનોને તસ્કરોએ બનાવ્યા નિશાન
symbolic image

Mysamachar.in:જામનગર

તહેવારો દરમિયાન લોકો ઘર અને ઓફીસ પર લોક લગાવી અને બહારગામ ફરવા જાય છે, ત્યારે તસ્કરો આવા મકાનોને ટાર્ગેટ કરી અને ચોરીની વારદાતને અંજામ આપે છે,  જામનગર શહેરમાં એક જ સોસાયટીમાં આ રીતે ચોરીની બે ઘટનાઓ સામે આવી છે, જેમાં તસ્કરો સોના ચાંદીના દાગીના સહીત પોણા બે લાખની મતા ઉસેડી ગયા છે. કૈલાશધામ યાદવનગર બેડી બંદર રોડ વસવાટ કરતા ઉમેદભાઈ રાઠોડના બંધ રહેણાંક મકાનના ઉપરના માળનો મુખ્ય દરવાજાનો આગળીયો નકુચા તથા તાળા સાથે તોળી પ્રવેશ કર્યા બાદ  બેડરૂમમાં રહેલ કબાટના લોક તોડી નાખીને સોનાની  વીટી અડધા-2, સોનાના દાણા નંગ-3 ચાંદીની લકી નંગ-1 અને રોકડ રકમ 1 લાખ 20 હજાર તથા પાડોશમાં રહેતા અન્ય  સંજયભાઈ ભીખુભાઈ ચાવડાના ઘરમાંથી ચાંદીના બે જોડી સાકળા નંગ-4 ચાંદીની લકીનંગ-1 અને ગલ્લામા રાખેલ રોકડ આશરે 5000 વીગેરે મળી કુલ કીમત રૂ ,1,48,550 ની ચોરી કરી લઇ ગયાની ફરિયાદ સીટી સી ડીવીઝનમાં નોંધાઈ છે.