આ ગામમાં તસ્કરોએ ચોરી કરવા છ જગ્યાએ કર્યો પ્રયાસ પણ...

વાંચી ને આશ્ચર્ય થશે 

આ ગામમાં તસ્કરોએ ચોરી કરવા છ જગ્યાએ કર્યો પ્રયાસ પણ...

Mysamachar.in-મહેસાણા:

મહેસાણા જીલ્લાના વિજાપુર તાલુકાના ડાભલા ગામે આવેલા ચંદ્રનગર પરા વિસ્તારમાં સોમવારે રાત્રિ દરમિયાન ત્રાટકેલા તસ્કરોએ એક સાથે 6 બંધ મકાનોનાં તાળાં તોડ્યાં હતાં. જોકે, 5 મકાનમાંથી તેમને કશું હાથ લાગ્યું ન હતું. પરંતુ એક મકાનમાંથી રૂ.15 હજારની રોકડ સહિત રૂ.16 હજારની મત્તા ચોરી ગયા હતા. વસઈ પોલીસે ચોરીનો ગુનો નોંધી તસ્કરોનું પગેરું મેળવવા કવાયત હાથ ધરી છે.