તસ્કરોએ ભારે કરી,બાળકો માટેના બાલભોગ પણ ચોરી ગયા

બેડેશ્વર નજીકની ઘટના 

તસ્કરોએ ભારે કરી,બાળકો માટેના બાલભોગ પણ ચોરી ગયા
symbolic image

Mysamachar.in-જામનગર

લોકડાઉનના સમયમા તસ્કરોની હાલત કેટલીક કથળી જવા પામી હશે તેની કલ્પના કરવી અઘરી છે, કારણ કે આજે શહેરમાં આવો જ એક આશ્ચર્યજનક બનાવ સામે આવ્યો છે, જેમા શહેરના બેડેશ્વર ગરીબનગર પાસે આવેલ ભરવાડ પાડામાં ચાલતી આંગણવાડી પણ હાલના સમયમાં બંધ હોય જેથી તસ્કરોએ આ તકનો લાભ લઇ આંગણવાડીના તાળા તોડી નંદઘરની તમામ ચીજવસ્તુઓ રફેદફે કરી દીધી હતી, જેમાં નંદઘરમાંથી તસ્કરોને બાળકોને ભોજન માટે આપવામાં આવતા બાલભોગના પેકેટનો જથ્થો હાથ લાગતા તસ્કરોએતેને પણ છોડ્યો ન હતો, તસ્કરોએ રૂપિયા 7560 ની કિંમતના 140  પેકેટ બાલભોગના તેમજ રૂપિયા 500ની કિંમતનો ઇન્ડિયન કંપનીનો ગેસનો બાટલો પણ ચોરી કરી નાસી છૂટ્યાની ફરિયાદ સીટી બી ડિવિઝન પોલીસમથકમાં નોંધાઈ છે.