કોરોના દર્દીઓની મદદ માટે આગળ આવ્યું સ્માઈલી ફાઉંન્ડેશન

બે સ્થળોએ ઓક્સીઝ્ન બાટલાઓ પણ સ્ટેન્ડ ટુ રાખવામાં આવ્યા

કોરોના દર્દીઓની મદદ માટે આગળ આવ્યું સ્માઈલી ફાઉંન્ડેશન
symbolic image

Mysamachar.in-જામનગર

કોરોનાના કપરાકાળમાં કેટલાય લોકો અને સંસ્થાઓ એવા છે કે જે મદદ માટે આગળ આવી રહ્યા છે, જામનગરની જાણીતી સંસ્થા સ્માઇલી ફાઉન્ડેશન દ્વારા જામનગરમાં કોરોના મહામારી સમયે મેડીકલ ઓક્સીઝ્નની ખુબજ અછત સર્જાતા સંસ્થા દ્વારા નવા ઓક્સીજન સીલીન્ડરની સાથે મેડીકલ સાધનોની ખરીદી કરી હોમ આઈસોલેશન તેમજ હોસ્પિટલના વેઈટીગમાં રહેલ દર્દીઓને કોય પણ ડીપોઝીટ કે ચાર્જ વગરમેડીકલ ઓક્સીજન સીલીન્ડર જુદા-જુદા બે વિસ્તારમાં વ્યવસ્થા કરીને 24 કલાક સેવા આપવાનું કામ કરેલ છે. જેનું સમગ્ર આયોજન રાસીદ ચાકી, અક્રમ ખત્રી, અને અકીલ અબાસભાઈ કાનાણી દ્વારા કરવામાં આવેલ. કપરા સમયમાં લોકોને શક્ય હોય એટલી મદદ કરવી એજ માનવ ધર્મ છે, એવું સંસ્થાના પ્રમુખ રાસીદ ચાકી દ્વારા જણાવી અને લોકોને આવી સેવાઓની જરૂરિયાત હોય તો તેમના નંબર 88490 78538 નો સંપર્ક કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.