હાલારના  ૪.૫ લાખ હેક્ટરમા ભલે થોડુઘણુ નુકસાન પરંતુ શિયાળુ ઉપજ વધશે

મંદી થોડી દૂર થશે

હાલારના  ૪.૫ લાખ હેક્ટરમા ભલે થોડુઘણુ નુકસાન પરંતુ શિયાળુ ઉપજ વધશે
Symbolic Image

Mysamachar.in-જામનગર:

હાલારભરમા આ વખતે દરેક નાગરીકોની જેમ જ ખેડુતો પણ ચોમાસા અંગે  મુંઝવણમા હતા, અને સૌથી પહેલાના સાવ સામાન્ય વરસાદી રાઉન્ડમા તો માત્ર ૨૦% જેટલીજ  વાવણી થઇ હતી, ત્યારબાદના સામાન્ય છુટાછવાયા વરસાદ બાદ ૮૦% વાવણી થઇ ગઇ હતી, પરંતુ તાજેતરના વરસાદના રાઉન્ડમા ધોધમાર વરસાદથી અનેક ખેતરોમા વધુ પાણી ભરાયા હોય થોડુ ઘણુ નુકસાન થશે, પરંતુ તેની સામે શિયાળુ પાક વધુ નોંધપાત્ર લઇ શકાશે તેવો પણ એક અભિપ્રાય છે,

ખેતી પ્રધાન રાષ્ટ્ર્રમા  સમગ્ર અર્થતંત્ર ખેત ઉપજ પર  આધારીત છે,અને ખરીફ સીઝનમા કપાસ તુવેર તલ મગફળી ઘઉ બાજરો જુવાર સોયા જીરૂ કઠોળ અને શાકભાજી તો દરેક સીઝનની જેમ નોંધપાત્ર વાવેતર થયા અને હજુ ય બાકી ખેતીલાયક જમીનમા પણ વાવેતર પુર્ણ થશે અને નોંધપાત્ર ઉપજ થવાની આશા જાગી છે, દરમ્યાન ધોધમાર અને પવન સાથેના વરસાદથી થોડુ ઘણુ નુકસાન ખેતીમા પણ થયુ છે., પરંતુ તેની  સામે હજુ શિયાળુ પાક સારો થવાની પૂરી સંભાવના છે, કેમ કે જમીનમા પાણી ઉતરવાથી ભેજ અને તળની સજીવનતા તો સર્જાય જ છે જેથી વાવણીનુ જતન થઇ શકશે.

-મંદી થોડી દૂર થશે

આ વખતે મોડો પરંતુ ગત વર્ષથી વધુ વરસાદ થઇ જતા હાલ જે મંદીનો માહોલ અને વર્ષ ફેલની ભીતી  હતી તે દુર થઇ આગામી એક બે મહિના બાદ મંદી થોડી દૂર થશે, અને અર્થ તંત્રમા ગતિશીલતા આવવાની આશા જાગી છે, કેમ કે ખેત ઉત્પાદન સારુ થવાથી એકંદર સમગ્ર અર્થ તંત્ર ગતિમા આવી શકે છે