સાહેબ આદેશ કરીને બેસી ન જશો, શાળાઓ સામે તપાસ કરી દાખલો પણ બેસાડજો

FRCએ મંજુર કરેલ ફી કરતા વધુ ફી ન ઉઘરાવવા બાબતે શિક્ષણાધિકારી કર્યો આદેશ

સાહેબ આદેશ કરીને બેસી ન જશો, શાળાઓ સામે તપાસ કરી દાખલો પણ બેસાડજો
file image

Mysamachar.in-જામનગર

જામનગર જીલ્લા શિક્ષણાધિકારી કચેરીમાં મોટી લોલમલોલ ચાલે છે, ખાનગી શાળાઓ પાસે નિયમોના પાલન કરાવવામાં ઉણા ઉતરનારી આ કચેરી જો કોઈ રજૂઆત કરે કે ફરિયાદ આવે તો જ કાર્યવાહી કરવી હોય અને તે પણ જેવી તેવી તો જ કરે છે, બાકી હોતા હે ચલતા હે...અને એટલે જે કેટલીક ખાનગી શાળાઓ સરકારના શિક્ષણ વિભાગના નહિ પણ પોતાના નિયમોથી શાળાઓનું સંચાલન કરે છે, જે બાબત વાલીઓ અને વિદ્યાર્થીઓના હિતમાં નથી પણ કરવું શું.? કારણ કે જામનગર શિક્ષણાધિકારી કચેરીની ચોક્કસ કારણોસર આળસ ઉડીને આંખે વળગે છે.

હાલ સમગ્ર દેશમાં COVID-19 ના સંક્રમણને લઇ સરકાર દ્વારા સમગ્ર રાજ્ય તથા દેશમાં આંશિક લોકડાઉન જાહેર કરેલ હતું તા07/06/2021 થી જ નવા શૈક્ષણિક સત્રની શરૂઆત થઇ છે. ત્યારે કચેરીમાંથી કોઈ જાણે જાણતું જ ના હોય તેમ FRC એ મંજુર કરેલ ફી કરતા વધુ ફી લેવાથી હોવાનું વિદ્યાર્થીઓ, વાલીઓ અને એન.એસ.યુ.આઇના કાર્યકરોના આવેદનપત્ર બાદ અને તેમા જણાવ્યા મુજબ કેટલીક શાળાઓ વાલીઓ પાસેથી FRC એ મંજુર કરેલ ફી કરતા વધુ ફી ઉધરાવે છે.

તેથી હવે તમામ ખાનગી શાળાઓને સ્પષ્ટ આદેશ આપવામાં આવે છે કે શાળાએ ફી વધારા માટે FRC ને દરખાસ્ત કરેલ હોઇ અને જો આ દરખાસ્ત મંજુર થઇ આવેલ હોઇ તો અને માત્ર તો જ આપ આ FRC એ મંજુર કરેલ ફી ઉઘરાવી શકશો. જો શાળાએ દરખાસ્ત કરેલ છે અને FRC તરફથી તે અંગેની મંજુરી મળી જશે તે અપેક્ષાએ ખાનગી શાળાઓ આવી ફી ઉઘરાવી શકે નહિ તેવો માત્ર હાલ પુરતો આદેશ જીલ્લા શિક્ષણાધિકારી એસ.એલ.ડોડીયા દ્વારા કરવામા આવ્યો છે,

વધુમાં તમામ શાળાઓએ હાલના સંજોગોમાં માત્ર સત્ર ફી જ લેવાની રહેશે અન્ય કોઇ વધારાની ફી ઉઘરાવવી નહીં. કોઇ પણ શાળા FRC એ વર્ષ 2020-21 ના વર્ષ માટે મંજુર કરેલ ફી કરતા વધુ ફી ઉઘરાવતી હોવાનું જો આ કચેરીના ધ્યાને આવશે તો જે-તે શાળા સામે નિયમોનુસારની સખત કાર્યવાહી કરવામાં આવશે હવે આવો આદેશ કર્યો પણ આ આદેશની કેટલી અને કેવી અમલવારી જીલ્લા શિક્ષણાધિકારી કરાવી શકશે પછી કોઈ વાલી, વિધાર્થી કે વિદ્યાર્થી સંગઠનો ફરિયાદ કરશે તો જ પગલા લેવાશે તે જોવું રહ્યું.