દુકાને ભાગ લેવા ગયેલ સગીરા સાથે દુકાનદારે એવું કર્યું કે મામલો પોલીસ મથકે પહોચ્યો 

જામનગરના જામજોધપુરમાં બની છે ઘટના 

દુકાને ભાગ લેવા ગયેલ સગીરા સાથે દુકાનદારે એવું  કર્યું કે મામલો પોલીસ મથકે પહોચ્યો 
પ્રતીકાત્મક તસ્વીર

Mysamachar.in-જામનગર:

ક્યારેક અમુક કિસ્સાઓ એવા સામે આવે કે જેનાથી ફિટકાર થાય જામનગર જિલ્લાના જામજોધપુરમાં પણ આવી જ ઘટના છેક પોલીસમથક સુધી પહોચતા સામે આવી છે,પોલીસ ફરિયાદ મુજબ જામજોધપુરમાં ઘાસના ગોડાઉન પાસે ગત્ તા.15મીના રોજ દુકાને ભાગ લેવા આવેલી 11 વર્ષ અને 4 માસની ઉંમર ધરાવતી સગીર બાળકીને દુકાનદાર ચંદુ નાથાભાઇ ચાવડા નામનો શખ્સ પોતાના ઘરમાં લઇ ગયો હતો અને તેણીની મરજી વિરૂધ્ધ શારીરિક સ્પર્શ કરી અડપલાં કર્યા હતાં. જે બાદ દુકાનદારની આવી હરકતથી હેબતાઈ ગયેલ સગીરાએ  ઘરે પહોંચી આ સમગ્ર ઘટના અંગે પરિવારને જાણ કરી હતી. જે બાદ તેના તેના ઘરના સભ્યો આરોપી વિરૂધ્ધ સ્થાનિક પોલીસ મથકે ફરિયાદ અર્થે પહોચ્યા હતા, જ્યાં જુદી જુદી કલમો હેઠળ ફરિયાદ બાદ ઇન્ચાર્જ પીઆઇ એસ.પી.સોઢા સહિતના સ્ટાફે તપાસ હાથ ધરી છે.