ધ્રોલના ભૂચર મોરી ખાતે શૌર્ય કથા સપ્તાહનું ભવ્ય આયોજન, CM થી માંડીને મંત્રીઓ સંતો સાહિત્યકારો પણ આવશે..

અમાપ બલીદાનોની સાચી ઐતિહાસિક હકીકતો આજના લોકો જાણતા નથી

ધ્રોલના ભૂચર મોરી ખાતે શૌર્ય કથા સપ્તાહનું ભવ્ય આયોજન, CM થી માંડીને મંત્રીઓ સંતો સાહિત્યકારો પણ આવશે..
તસ્વીર:અમરીશ ચાંદ્રા

Mysamachar.in-જામનગર 

જામનગર જીલ્લાના ધ્રોલ મુકામે આવેલ ભૂચર મોરી મેદાન ખાતે આગામી તારીખ 25 ડીસેમ્બરથી 31 ડીસેમ્બર સુધી ભવ્યશૌર્ય કથા સપ્તાહનું આયોજન ભૂચરમોરી શહીદ સ્મારક ટ્રસ્ટ અને અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ દ્વારા કરવામાં આવ્યું છે જેની માહિતી લોકો સુધી પહોચે અને લોકો વધુમાં વધુ આ શૌર્યકથા સપ્તાહમાં પહોચે તે માટેની માહિતી આપવા એક પત્રકાર પરિષદનું આયોજન જામનગર ખાતે કરવામાં આવ્યું હતું.જેમાં ધારાસભ્ય હકુભા જાડેજા સહિતના રાજપૂત સમાજના આગેવાનો દ્વારા માહિતીઓ આપવામાં આવી તેમાં જણાવવામાં આવ્યું કે...

આશરે આવેલા કોઇપણ વ્યક્તિ સમુહની રક્ષા કરવી, કોઇપણ જાતના સમર્પણો આપીને અને જરૂર પડે તો પ્રાણોની પણ આહૂતિ આપીને રક્ષા કરવી એ હજારો વર્ષોથી ક્ષત્રિય ધર્મની ચુસ્ત પરંપરા રહી છે.એવી અજોડ પરંપરા જેનો વિશ્વના ઇતિહાસમાં જોટો મળતો નથી. ખાસ કરીને હાલારની ધરતી પર સેંકડો વર્ષો સુધી રાજ્ય કરનાર જાડેજા સમાવંશની આ ઉંચી પરંપરા રહી છે. મુળ તો જરૂરીયાતવાળા, અનાથ, ગરીબ અને વિદેશી આક્રમણ ખોરોથી ત્રાસ પામનાર વેપારીઓ, ખેડુતો, અને પોતાનો ધર્મ નહી બદલવા માંગતા લાખો લોકોને જાડેજા-સમા વંશના શૂરવીરોએ અનેક યુદ્ધો લડીને એ સૌની રક્ષા કરવાનો ઇતિહાસ રચેલો છે. આવા ધર્મરક્ષા, પ્રજારક્ષા તેમજ દેશ અને ધર્મ માટે લડાયેલ મોટા યુદ્ધો અને તેમાં અપાયેલ અમાપ બલીદાનોની સાચી ઐતિહાસિક હકીકતો આજ ના લોકો જાણતા નથી. સૌથી મોટી કરૂણતા એ છે કે જે લોકો માટે આ બધા હજારો બલીદાનો આપ્યા. તેમના વંશજો જ આ ઈતિહાસ જાણતા નથી.

વિક્રમ સંવત 1648માં આશરા ધર્મ માટે લડાયેલ વિશ્વનું અજોડ યુદ્ધ ભૂચર મોરીના મેદાનમાં લડી ને એક અનોખા ઇતિહાસનું નિર્માણ થયું હતું. એવા જ બીજા ઇતિહાસનું નિર્માણ આગામી તા. 25ડિસેમ્બરથી 31 ડિસેમ્બર 2021 દરમ્યાન થવા જઇ રહ્યું છે, ત્યારે વિશ્વમાં પહેલી વાર “શૌર્ય કથા સપ્તાહ” નું આયોજન થઈ રહ્યું છે. આ કથાનું જીવંત પ્રસારણ સમગ્ર ગુજરાતમાં, સમગ્ર ભારતમાં અને સમગ્ર વિશ્વમાં થવા જઈ રહ્યું છે. 

ભારતના ક્ષત્રિય શાસકો દ્વારા સદીઓ સુધી રાષ્ટ્ર, ધર્મ પ્રજા, ગાયો અને અબળાના રક્ષણઅર્થે ત્યાગ, સમર્પણ, બલિદાન, પ્રાણની આહુતિ આપીને વિરગતી પ્રાપ્ત કરવા જેવા ઉમદા ગુણોને ઉજાગર કરતી પ્રેરણાદાયી શૌર્યગાથા જનજન સુધી પોહચાડવા માટે તથા ભાવિપેઢી ભારતના અજોડ ઇતિહાસથી માહીતગાર થાય તેવા ઉમદા હેતુસર અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ દ્વારા શૌર્યભૂમિ ભુચરમોરી ખાતે શૌર્યકથા સપ્તાહનુ ભવ્ય આયોજન કરવામાં આવેલ છે.

ઇ.સ.1348 થી ઇ.સ.1350માં મહમ્મદ તધલખ નો દુશ્મન તઘી” સમા રાજપૂતોના શરણે જતા આશરાધર્મ માટે તેમનું રક્ષણ કરેલ હતુ અને તેનુ વેર લેવા મહમ્મદ તઘલખે સમા રાજપૂતો સાથે યુધ્ધ કરતા દિલ્હીના બાદશાહની નામોશી ભરેલી હાર થયેલી હતી. સમા વંશના રાજવીઓએ કુલ ચાર (4) વાર દિલ્હીના બાદશાહ સામે યુધ્ધ કરી જીત હાંસલ કરેલ હતી.

વિ.સ.1633માં જુનાગઢના નવાબની મદદ અર્થે જામસતાજી દ્વારા તેમજ ભાણજીદલ અને જૈસા વજીરની આગેવાનીમાં અકબરના સૈન્યને કરારી હાર આપી હતી તે પછી જામનગરના રાજવી જામસતાજીને "પશીમી ભરતાના પાદશાહ ” ની ઉપાધી હાશિલ કરેલ હતી.

જામંદિગ્વીજયસિંહજી ઓફ નવાનગરે બીજા વિશ્વયુધ્ધ દરમ્યાન 1000 જેટલા પોલેન્ડના બાળકો તથા સ્ત્રીઓને આશરો આપી રક્ષણ કરેલ હતુ તેમજ તેઓની રહેવાની, જમવાની અને શિક્ષણની વ્યવસ્થા કરતા સમગ્ર વિશ્વ આજે પણ પ્રસંશા કરે છે. અને આજે પણ પોલેન્ડ દેશની સંસદ ભવનમાં ચુટાયેલા પ્રતિનિધીઓ જામસાહેબશ્રી દિગ્વીજયસિંહજી જાડેજાનું નામ લઇને સપથગ્રહણ કરે છે. આનાથી મોટુ જામનગરની પ્રજા માટે શું ગૈારવ હોઇ શકે.

વિ.સ.1648 માં શ્રાવણવદ સાતમ ને બુધવારના રોજ આશરાધર્મો માટે લડાયેલુ ઐતિહાસિક, અજોડ ” ભુચરમોરી યુધ્ધ ” સમાપ્ત થયુ હતુ.આમ ઉકત આશારાધર્મ માટે સમા-જાડેજા વંશ દ્રારા દિલ્હીના બાદશાહ જેવા મોટા દુશ્મનો વિરૂધ્ધ 8 જેટલા મોટા યુધ્ધો કરી રાષ્ટ્ર માટે અપાયેલા અસંખ્ય બલિદાનોની સાચી માહિતી અને સાચા ઇતિહાસની જાણ લોકોસુધી પહોંચે તેમજ દેશ અને ધર્મો માટે વિરગતિ પામનાર શુરવિરોને યાદ કરવા આ શૌર્યકથા સપ્તાહનું આયોજન કરવામાં આવેલ છે. 

-શૈાર્યકથા સપ્તાહ તા.25 ડિસેમ્બર થી 31 ડિસેમ્બર 2021 સુધી ઉપસ્થિત રહેનાર મહાનુભવો અને મુખ્ય મહેમાન
શૌર્યકથા સપ્તાહના મુખ્ય દાતા તેમજ શૌર્યકથા સપ્તાહ (સાત દિવસ) દરમ્યાન ઉપસ્થિત રહેનારસર્વે આમંત્રિત મહાનુભવોશ્રી મહેમાનઓનુ જામનગર શહેરના ધારાસભ્ય તેમજ પૂર્વ મંત્રી ધર્મેન્દ્રસિંહ મેરૂભા જાડેજા (હકુભા) અભિવાદન કરશે જેમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ, પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ, મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી, પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા,શક્તિ સિંહ ગોહિલ, કિરિટસિંહ રાણા, રાજેન્દ્રસિંહજી રાણા,ભાજપ નેતા આઇ,કે,જાડેજા, કૃષિ મંત્રી રાધવજીભાઇ પટેલ, ગૃહમંત્રી હર્ષ સંઘવી, કિર્તીસિંહ વાધેલા, ઋષિકેશ પટેલ, જયરાજસિંહ અને ગીતાબા જાડેજા

-ક્યાં સંતો અને લોક સાહિત્યકારો ઉપસ્થિત રહેશે 
પ.પુ. સંતશ્રી લાલબાપુ, ગાયત્રી આશ્રમ, ગધેથળ 
૫.પુ સંતશ્રી આર્ચય ધર્મબંધુજી, વૈદિક આશ્રમ
પ.પુ સંતશ્રી ઘનશ્યામજી મહારાજ, ગોડલ
પ.પુ સંતશ્રી આનંદમૃતિ મહારાજ, શંકરગીરી આશ્રમ
રાજભા ગઢવી, જીતુદાન ગઢવી, હરેશદાન સુર ગઢવી, મેરામણભાઇ ગઢવી,અનુભા ગઢવી, સુરેશભાઇ રાવલ, કિશોરસિંહ ગોહિલ અને મહિપતસિંહ જાડેજા