શંકરસિંહવાઘેલા ના પુત્ર મહેન્દ્રસિંહ ભાજપમાં,કોંગ્રેસયુક્ત ભાજપ..!!

એક બાદ એક કોંગ્રેસના નેતાઓનો ભાજપમાં ગૃહપ્રવેશ

શંકરસિંહવાઘેલા ના પુત્ર મહેન્દ્રસિંહ ભાજપમાં,કોંગ્રેસયુક્ત ભાજપ..!!

mysamachar.in-ગાંધીનગર:

કોંગ્રેસ મુક્ત ગુજરાતની વાતો ભાજપા દ્વારા ભલે ચલાવવામાં આવે પણ ખુદ ભાજપ પક્ષ જ હવે કોંગ્રેસયુક્ત બની રહ્યો હોય તેમ લાગી રહ્યું છે..થોડા દિવસો પૂર્વે કોંગ્રેસના નેતા કુંવરજી બાવળિયા અને હવે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના પૂર્વ નેતા શંકરસિંહ વાઘેલા ના પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલા એ પણ કેસરિયો ધારણ કરી લીધો છે...મહેન્દ્રસિંહ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ને મળવા પહોચ્યા બાદ તેવો ભાજપમાં જોડાઈ જશે તેવી અટકળો તેજ થઇ હતી..અને બાદમાં આજે તેની વિધિવત જાહેરાત ભાજપ પક્ષ દ્વારા કરી દેવામાં આવી છે..સાથે જ નીતિન પટેલ ને જયારે પૂછવામાં આવ્યું ત્યારે તેવો એ ભાજપમાં આવે તેનું સ્વાગત છે તેમ કહી અને પોતાની વાત ને ટૂંકાવી હતી..

આમ લોકસભાની ચૂંટણીઓ પૂર્વે આમ થી તેમ પક્ષપલટા નો દૌર ક્યાં પક્ષ અને ક્યાં નેતાને કેટલો ફળશે તે પરિણામો સ્પષ્ટ કરશે..પણ સામાન્ય રીતે એવું જોવામાં આવ્યું છે કે પક્ષપલટુ નેતાઓ થી મતદારોની નારાજગી કેટલાય કિસ્સાઓમાં ભૂતકાળમાં જોવા મળી છે...