Mysamachar.in-જામનગર:
બધા પોલીસ અધિકારીઓ અને બધા પોલીસકર્મીઓ એક સરખા નથી હોતા પણ અમુકની પૈસાની લાલચ ગમે તે કેસમાં લઇ લેવાની વૃતિ પોલીસ વિભાગને બદનામ કરે છે, જામનગર સહીત પોલીસ બેડામાં ચર્ચાનો વિષય બન્યો છે, જામનગર મહિલા પોલીસ સ્ટેશનનો લાંચ કાંડ..જેમાં થોડા સમય પૂર્વે એક પોસ્કોનો ગુન્હો દાખલ થયેલ તેની તપાસ મહિલા પોલીસ મથકના મહિલા પીએસઆઈ કરી રહ્યા હતા ત્યારે ફરિયાદીના પરિવાર પાસેથી તમારી સાળીની તપાસ કરીએ છીએ ખર્ચાના પૈસા જોશે તેમ કહી 5000 પીએસઆઈ વતી ડ્રાઈવર લાંચ લેતા ઝડપાઈ ગયો છે,
આ સમગ્ર મામલે એસીબી પાસેથી મળતી વિગતો મુજબ જામનગર મહિલા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીએસઆઈ યુ.આર.ભટ્ટે આ કેસના ફરીયાદીના સાળીને કોઈ ઈસમ ભગાડીને લઇ ગયેલ અને તે અંગેનો ગુન્હો દાખલ થયેલ તેની તપાસ જામનગર મહિલા પોલીસ સ્ટેશનમાં પીએસઆઈ યુ.આર.ભટ્ટ કરતા હતા, જેથી તેવોએ ફરિયાદીને પોલીસ સ્ટેશન ખાતે અવાર નવાર બોલાવી ફરિયાદી પાસે તેમની સાળીના કેસની વ્યવસ્થિત તપાસ કરેલ તેના ખર્ચા પેટે 5000 ની ગેરકાયદેસર લાંચની માંગણી કરેલ જેથી ફરિયાદી આવી લાંચની રકમ આપવા માંગતા ન હોય ફરિયાદીએ એસીબીનો સંપર્ક કરતા ફરિયાદીની ફરિયાદ આધારે એસીબીએ ગતરાત્રીના લાંચનું છટકું ગોઠવી પીએસઆઈ યુ.આર.ભટ્ટના કહેવાથી ફરિયાદીને લાંચ પેટેના 5000 ડ્રાઈવર દિવ્યરાજસિંહ ભરતસિંહ ઝાલાને આપવા જણાવેલ. જેથી ડ્રાઈવરે ફરિયાદી પાસે લાંચની રકમની માંગણી કરી સ્વીકારી પકડાઈ જઈ બંને આરોપીઓએ એકબીજાને મદદગારી કરી ગુનાહિત ગેરવર્તુંણકનો કિસ્સો હોય આ મામલે એસીબીને મહિલા પીએસઆઈ મળી આવ્યા નથી જયારે ડ્રાઈવરની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.