શરમજનક:વધુ એક દીકરીને સાસરિયાઓએ મરી જવા મજબુર કરી 

નોંધાઈ ફરિયાદ 

શરમજનક:વધુ એક દીકરીને સાસરિયાઓએ મરી જવા મજબુર કરી 

Mysamachar.in-જામનગર:

જામનગર જીલ્લાના કાલાવડમાં તાજેતરમાં જ એક પરિણીતાએ સાસરિયાઓનો સિતમ સહનના થતા મોતને મીઠું કરવાને મામલે પરિણીતાની માતા દ્વારા સાસરીયાપક્ષના લોકો સામે ગુન્હો નોંધાવ્યાની ઘટના હજુ તો હમણાની જ છે, ત્યા જ વધુ એક ઘટના માધવબાગ વિસ્તારમાં સામે આવી છે, જેમાં પણ એક દીકરીને મરી જવા મજબુર કરનાર પતિ અને સાસુ સામે આપઘાતની દુષ્પ્રેરણાનો ગુન્હો નોંધાયો છે,. માધવબાગ વિસ્તારમાં વસવાટ કરતી કાજલના લગ્ન ધવલ બારૈયા સાથે થયા હતા, લગ્નજીવન દરમિયાન કાજલને કસુવાવડ થઇ જતા પતિ ધવલ અને તેની સાસુ જસુબેન અવારનવાર આ બાબતે કાજલને મેણાટોણા મારતા હતા અને તારે છોકરા જણવા નથી ને બીજાના છોકરા ખોળે બેસાડવા છે, તેમ કહી અવારનવાર માનસિક ત્રાસ ગુજારતા હોય અંતે ત્રાસ સહન ના થતા કાજલે ઘરે ગળાફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી લેતા કાજલની માતાએ તેના પતિ ધવલ અને માતા જશુબેન વિરુદ્ધ આપઘાતના દુષ્પ્રેરણ અંગેની ફરિયાદ નોંધાવતા મહિલા પોલીસ મથકના પી.આઈ.એ વધુ તપાસ હાથ ધરી છે.