Mysamachar.in-જામનગર
જામનગર શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોના પોજીટીવ કેસોની સંખ્યા સતત વધી રહી છે,અને સરકારી કચેરીઓ પણ હવે કોરોનાને નિશાને હોય તેમ લાગી રહ્યું છે, એવામાં જામનગરના જોગર્સ પાર્ક નજીક આવેલ સેન્ટ્રલ GST કચેરીમાં કોરોના વિસ્ફોટ થયો હોય તેમ એક અઠવાડિયા પૂર્વે એકાદ કર્મચારીને પોજીટીવ આવતા કચેરીમાં કાર્યરત તમામ 25 જેટલા કર્મચારીઓમાંથી 18 જેટલા કર્મચારીઓ અધિકારીઓનો રીપોર્ટ પોજીટીવ આવતા છેલ્લા કેટલાક દિવસોથી કચેરીની કામગીરી ઠપ્પ થઇ જવા પામી છે.