માનવતાનો સાદ ઝીલતા અલ્તાફ ખફી..જામનગરમાં ફ્રી કોવિડ સેન્ટરનો સેવાયજ્ઞ, દર્દીઓની ખડેપગે લેવાતી કાળજી

સામાન્ય વર્ગ માટે માત્ર વાતો નહી કઇક કરી છુટતા આ સિનિયર કોર્પોરેટરનુ આશીર્વાદરૂપ આયોજન

માનવતાનો સાદ ઝીલતા અલ્તાફ ખફી..જામનગરમાં ફ્રી કોવિડ સેન્ટરનો સેવાયજ્ઞ, દર્દીઓની ખડેપગે લેવાતી કાળજી

Mysamachar.in-જામનગર

કોરોનાએ લોકોના હાજા ગગડાવી નાખ્યા છે તેમાય કોરોના દર્દીને કોઇપણ જરૂરી વસ્તુ વગેરે ન મળે અને વલખા મારે એવા માહોલ વચ્ચે જામનગરનુ એક વિરલ વ્યક્તિત્વ ઉભરી આવ્યુ તેઓ છે અલ્તાફ ખફી..... જેમનુ સીર્ફ નામ જ કાફી છે જન સેવાના પર્યાય સમાન અલ્તાફભાઇ એ જોયુ કે કોરોનાના દર્દીઓ બહુ હેરાન થાય છે આ તકલીફોનો પાર નથી તે સમગ્ર ચિતાર જાણીને તેમનુ હ્રદય દ્રવી ઉઠ્યુ અને કર્યો સેવાનો સંકલ્પ કર્યુ કોરોના કેર એન્ડ ટ્રીટમેન્ટ સેન્ટર જેમા અલ્તાફભાઇના દિલની જેમ જ વ્યાપક સુવિધાઓ દર્દીઓ માટે આશિર્વાદરૂપ છે તેમ જાણવા મળ્યુ છે...

આ બાબત દર્શાવે છે કે સંવેદનાની માત્ર વાતો નહી કરવાની સંવેદના પ્રગટ થવી જોઇએ માનવતાનો સાદ ઝીલી ખરા સમયે કોવિડકેર સેન્ટ શરૂ કરનાર અલ્તાફ ખફી આ બાબતે ગર્વ લેવાને બદલે એમ કહે છે કે જનસેવા તો આપણી નૈતિક ફરજ છે લોકોએ મને ખુબ પ્રેમ આપી પ્રગતિ કરાવી છે તો અણીના સમયે શુ હુ લોકોની જરૂરીયાતમંદની  ગરીબોની દર્દીઓની સામાન્ય વર્ગની  પડખે ન ઉભો રહુ? તેમની પીડા ઓછી ન કરી શકુ? આ પ્રશ્નોમાંથી થયો સંકલ્પ સાકાર અને  પોતાના એકલાના ખર્ચે આ વિનામુલ્યે તદન ફ્રી દર્દી સેવાયજ્ઞનો પ્રારંભ થઇ ગયો જ્યા ખડેપગે 24 કલાક સેવા જ સેવા છે જે જોઇને ખરેખર ઉદગાર નીકળે કે  વાહ અલ્તાફભાઈ..... સાચા જનસેવકની પ્રતિતિ કરાવી..... વાહ

જામનગર મનપાના પૂર્વ વિપક્ષ નેતા અને હાલ વિપક્ષના લોકપ્રિય કોર્પોરેટર અલ્તાફ ખફી દ્વારા હાલની કોરોનાની સ્થિતિને જોતા પોતાના વિસ્તારમાં આવેલ સરકારી શાળામાં 50 દર્દીઓ માટે કોવિડ કેર સેન્ટર સ્વખર્ચે વિનામુલ્યે સેવા કરવા બનાવ્યુ છે, કોરોના શ્વાસ ઉપર એટેક કરે છે માટે શ્વાસનું માપન 95 સુધી ન રહે તો દર્દીને તકલીફ પડે માટે આટલા ઓક્સીઝ્ન લેવલ સુધીના દર્દીને રાખી શકાય તેવી કોવીડ હોસ્પિટલની અલ્તાફભાઈએ શરૂઆત કરી છે,

જેમાં 15 નર્સિંગ સ્ટાફ, 3 મનપાના ડોક્ટર અને એક ખાનગી ડોક્ટર સેવા આપે છે આ સાથે જ દર્દીઓને જમવા સહિતની સુવિધાઓ પણ કોર્પોરેટર ખફી પોતે તમામ સ્વખર્ચ ઉપાડે છે ઉપરાંત જાણવા મળ્યા મુજબ દર્દીઓ માટે સારા બેડ જરૂર હોય તો ઓક્સીજન તેમજ નિદાનના બધા જ સાધનો ઉપરાંત જરૂર મુજબ સારવારની વસ્તુ તાત્કાલીક  મળે ઉપરાંત ફ્રુટના રસ ઓઆરએસ પાણી ખોરાક જરૂરી સપોર્ટીવ આયુર્વેદીક અને હોમીયોપેથીક દવાઓ સહિતનુ આયોજન તેમનુ હોવાનુ જાણવા મળ્યુ છે.

-ગત કોરોનાકાળ વખતે પણ ઉભરી આવેલ આ સદાબહાર લોકપ્રિય વ્યક્તિત્વની ઉમદા સેવા

જાહેરજીવનમા અમુક વ્યક્તિત્વ સદાબહાર હોય છે અલ્તાફ ખફી તેમાના એક છે કેમકે તેમને લોકોએ સ્વીકાર્યા છે તેઓએ કોર્પોરેશનમા વિરોધપક્ષના નેતા તરીકે લોકોના કામ કરીને લોકપ્રિયતાની બુલંદી પ્રાપ્ત કરી છે તેમજ અવિરત લોકસેવામા પોતાનુ જીવન વણી લીધુ છે તેમજ ગત વર્ષે કોરોના કાળ વખતે તેવોએ અનેક સેવાઓ આપી હતી.

-12 વર્ષ પહેલા શરૂ થયેલુ જાહેર જીવન હાલ મધ્યાહને  ઝળકે છે.

12 વર્ષ પહેલા યુવા કોંગ્રેસમા પદાર્પણ કરી 79 જામનગર વિસ્તારના કોંગ્રેસના યુવા નેતા તરીકે જેમનો સુર્યોદય જાહેર જીવનમા થયો તેવા અલ્તાફભાઈનુ જાહેરજીવન હાલ મધ્યાહને ઝળકે છે તેમ લોકોનો તેમના વર્તુળનો વિશ્લેષકો નો સેવાઓની અને રાજકીય પ્રગતિની સમીક્ષા કરનાર સૌનો અભિપ્રાય જાણવા મળ્યો છે.