જામ્યુકોને આ અધિકારીના સનસનીખેજ વધુ કારસા ખુલતા હવે તોળાતા ગંભીર પગલા

ધગધગતો બીજો રીપોર્ટ કમિશ્નરને  સોંપાશે ત્યારે "વાવડાકીંગ" બચવા કોનુ શરણુ લેશે?

જામ્યુકોને આ અધિકારીના સનસનીખેજ વધુ કારસા ખુલતા હવે તોળાતા ગંભીર પગલા
file image

Mysamachar.in-જામનગર

જામ્યુકોની તિજોરી અને વહીવટને કથિત જંગી  નુકસાન કરનાર  ટેક્સ ઓફીસરના એક પછી સનસનીખેજ કારસા ખુલતા હવે ગંભીર પગલા તોળાય છે, એ તો નક્કી થઇ ગયુ છે અને ગાજ પડવાની દહેશતથી આ અધીકારી નંદાણિયા હાંફળા ફાંફળા થઇ જાય તે સ્વાભાવિક છે કેમકે વધુ એક ધગધગતો રીપોર્ટ કમિશ્નરને સોંપાય તેનુ કાઉન્ટડાઉન શરૂ થઇ ગયુ છે, ત્યારે હવે "વાવડાકીંગ" કોનુ શરણુ લેશે? તે સવાલ સાથે આ અધિકારીની કથિત ગેરરીતીઓના જાણકારો ગેલમા આવી ગયા છે અને તેના વધુ કારનામાઓ ઉજાગર કરવા થનગનતા હોવાનુ વાતાવરણ બની ગયાનુ જાણવા મળે છે,

જામનગર મહાનગરપાલિકાની મિલકતવેરા શાખામાં ફરજ બજાવતા ટેક્સ ઓફીસર જી.જે.નંદાણીયા સામે તેના જ ઉપરી અધિકારીએ થોડા સમય પૂર્વે એક ખાનગી અહેવાલ કમિશ્નરને સુપ્રત કર્યો હતો અને જે mysamachar ની જહેમતથી જાહેર થતા જામ્યુકો સહીતના વર્તુળોમાં ભારે ચર્ચાઓ શરુ થઇ હતી ત્યાં જ વધુમાં જાણવા મળતી વિગતો પ્રમાણે ઇન્ચાર્જ આસી.કમિશ્નર ટેક્સ દ્વારા ટેક્સ ઓફીસર નંદાણીયા વિરુદ્ધ વધુ એક સનસનીખેજ અહેવાલ તૈયાર કર્યો છે, તેમાં પહેલા રીપોર્ટ કરતા વધુ મુદ્દાઓનો  પુરાવાઓ સાથે સમાવેશ કરવામાં આવ્યો છે.

જેથી કેટલાય નવા ઘટસ્ફોટ અને કડાકા ભડાકા પણ આગામી દિવસોમાં થાય તેમ છે, આ રીપોર્ટ જીગ્નેશ નિર્મલ દ્વારા કમિશ્નરને સાદર કરવાની ઘડીઓ ગણાઈ રહી હોય આગામી દિવસોમાં આં મામલે વધુ ગાજ આ અધીકારી ઉપર પડી શકે છે તેમજ કથિત નાણાકીય અને વહીવટી ગેરરીતીઓનો મામલો હોઇ જામ્યુકો સિવાયની પણ સરકારની તપાસનીસ એજન્સીઓ આ ગંભીર ગેરરીતીઓની તપાસમાં ઝંપલાવે તેવી શક્યતાઓ જામ્યુકોના સુત્રો વ્યક્ત કરે છે, આમેય સમયાંતરે જામ્યુકોમા કોક ને કોકના તપેલા ચડે જ છે ત્યારે હાલ ટેક્સ ઓફીસરની અનેક કથિત ગેરરીતીઓ જાણી ઉચ્ચ અધીકારીઓ પણ અચંબામા પડી ગયા છે તેમજ પુરાવા સહિતના રિપોર્ટ સહિતના સમગ્ર મામલે ગંભીરતા લીધી હોઇ આ અધીકારી સામે ગંભીર પગલા તોળાય રહ્યાનુ અનુમાન સુત્રો કરે છે,

-mysamachar ને મળી મિલકતો-ધંધાની સ્ફોટક વિગતો....શું ભાઇ નંદાણીયા JMCના અમુક સમૃદ્ધ અધીકારી સાથે આ બાબતે સ્પર્ધામા તો નથી ને?

કથિત ગેરરીતીઓ સાથે-સાથે ભાઇ નંદાણીયાના  કથિત ભ્રષ્ટાચારને લગત અમુક વિગતો  mysamachar ને આ અધીકારીના નજીકના  સુત્રોએ પુરી પાડી છે જે જાહેર થાય તો વિસ્ફોટ થાય તેમ છે કેમકે  આ ટેક્સ ઓફીસરની સ્થાવર જંગમ  મીલકતો-ધંધાની વિગતો ચોંકાવનારી છે અને એક તબક્કે તો અપ્રમાણસર મીલકત ગણી શકાય તેવી  સ્ફોટક વિગતો છે માટે જ સવાલ થાય છે કે....શું ભાઇ નંદાણીયા જામ્યુકોના અમુક હાલના અને  અમુક પુર્વ સમૃદ્ધ અધીકારી સાથે આ બાબતે સ્પર્ધામા તો નથી ને.?

આ અંગેનો હાલ માત્ર  અણસાર વ્યુઅર્સને આપીએ તો આ શું ભાઇ ચોક્કસ નામથી કન્સ્ટ્રક્શન પેઢી પણ ચલાવે છે.? ઉપરાંત ફ્લેટસ પ્લોટસ ધરાવે છે ખનીજ ક્ષેત્રમા પણ ઝંપલાવ્યુ છે અમુક કામોમા ભાગ પણ રાખે છે ગુડઝ વાહનો ભાડે રાખે છે.?અઢળક મોંઘી ધાતુ ધરાવે છે..વગેરે અનેક આક્ષેપ થાય છે જોકે આક્ષેપ કરનાર એમ કહે છે આ માત્ર આક્ષેપ જ નથી પરંતુ ફરજ સાથે બીઝનેસ ન કરી શકાય તેવો સરકારનો કાયદો હોઇ સરકારને પગલા જ લેવા હોય તો મીલકત કે ધંધા અંગેની ભાઇ નંદાણીયા સામેના આ આક્ષેપોમા હજુ વધુ વિગતો આપવા સુત્રો સજ્જ છે અને જરૂર પડ્યે mysamachar ના વ્યુઅર્સને પેઢીઓના નામ સંપતિના સ્થળ દર્શાવવા થનગની રહ્યા છે માટે આ ધનાઢ્ય અને સમૃદ્ધ એવા અધીકારી સામે શુ પગલા લેવાય છે.? તે બાબતે સૌ જાણકારોની  મીટ છે તેમ જામ્યુકોના વર્તુળોમા ચર્ચાઓ શરૂ થઇ છે

-વા-વાયુ ધારણકર્તા આ વખતે કોનુ શરણુ લેશે? અગાઉ તો....

અગાઉ શાસક પક્ષ એક નેતાએ નંદાણીયાને ભીંસમા લીધેલ ત્યારે આ અધીકારીએ  "સંઘ"મ  શરણમ ગચ્છામી સુત્ર અપનાવી એક બુઝર્ગના પગ પકડી લીધા હતા પરંતુ આ ચોક્કસ અને મક્કમ નેતાએ તે વખતની ભલામણને ખાસ કઇ ગંભીરતાથી નહતી લીધી તેમ સુત્રોમા ચર્ચાય જો કે સમયાંતરે ઉપરી અધીકારી કે પદાધીકારી કે શાસક પક્ષના નેતાએ આ અધીકારી સામે આધાર પુરાવાઓ સાથે લાલ આંખ કરી ગંભીર પુરાવાઓ એકઠા કરવા પડે તેવુ કરવુ જ શુકામ જોઇએ?? બીજુ વા-વાયુ ધારણ કરી હંમેશા હવામા ઉડવુ આડંબરથી વર્તન કરવુ બીજાને દાદ ન દેવી વગેરે પ્રકારના વર્તન કરવા કરતા "સબસે મીલકર ચાલીયે.....નદી નાવ સંજોગ" સુત્ર પાલન કરે તો જે હવે હાલત હવે થઇ શકે છે તેવી શક્યતાને સંજોગો સર્જાયા છે તે સર્જાયા ન હોત તેમ અમુકની સલાહ છે પરંતુ આ તો..મને કોઇ ન નડે ને...મારો વાળ વાંકો ના થાય તેવું કહેનાર વાવડા કિંગ હવે શું કરશે.? કોનુ શરણુ લેશે ? તેવી તીખી પ્રતિક્રીયાઓ મળી રહી છે.