જામનગર:શંકરટેકરી વિસ્તારમાં “નથી સુરક્ષા કે નથી શાંતિ” લતાવાસીઓની ગંભીર રજૂઆત બાદ પોલીસ શું કરશે તેના પર સૌની નજર

કેટલાય હિન્દુ પરિવારોએ હિજરત કરી કેટલાક કરવાની તૈયારીમાં

જામનગર:શંકરટેકરી વિસ્તારમાં “નથી સુરક્ષા કે નથી શાંતિ” લતાવાસીઓની ગંભીર રજૂઆત બાદ પોલીસ શું કરશે તેના પર સૌની નજર

My Samachar.in : જામનગર

આમ તો ગુજરાત પોલીસનું સૂત્ર સેવા સુરક્ષા અને શાંતિ આપણે પોલીસના લોગોમાં જોવા મળશે..પણ જામનગર શહેરના શંકરટેકરી વિસ્તારમાં જે રીતે એક ચોક્કસ ગેંગનો તરખાટ વધી રહ્યો છે, તેને લઈને અહી વસવાટ કરતા હિન્દુ પરિવારો માટે એક એક દિવસો એક એક વર્ષ જેવા બની રહ્યા છે.વિસ્તૃત રજુઆતમાં જણાવેલ શખ્સો દ્વારા કરવામાં આવી રહેલ વિવિધ કનડગત અંગે શંકરટેકરી સલગ્ન વિસ્તારની મહિલાઓએ આજે મોટી સંખ્યામાં DYSPને આવેદનપત્ર પાઠવી અને 10 પાનાની વિસ્તૃત રજૂઆત કરી છે, અને તે નકલ મુખ્યમંત્રી, ગૃહ્મંત્રી, અને જામનગર કલેકટરને પણ રવાના કરવામાં આવી છે,

જો જામનગર પોલીસ કુખ્યાત ભૂમાફિયા જયેશ પટેલ અને તેની વાઈટ કોલર મંડળી સુધી પહોચી અને તેને ગુજસીટોકના કાયદાનો પાઠ ભણાવી શકવા સક્ષમ હોય તો શંકરટેકરીની આ આ ગેંગ જેના વિરુદ્ધ વિસ્તૃત રજૂઆત થઇ છે તેના વિરુદ્ધ પગલા ધારે તે ભરી શકે છે, અને પોલીસ ગંભીર કલમો હેઠળ ગુન્હા દાખલ કરી અને આરોપીઓ જેલમાંથી લાંબો સમય સુધી બહાર ના આવે તેવું કડક વલણ પણ અખત્યાર કરી શકે છે, અને પોલીસે કોઈ નક્કર પગલાઓ આ ગેંગ સામે લઈને દાખલો બેસાડવો જોઈએ તેવી માગ આ વિસ્તારના સ્થાનિકો કરી રહ્યા છે.

જામનગરના શંકરટેકરી વિસ્તારમાં પૂર્વ નગરસેવિકાના પુત્રો દ્વારા ફેલાવાતા આતંક, દેશી-વિદેશી દારૃ તથા ડ્રગ્સના વેચાણ, એક ધર્મના લોકો પર ગુજારાતા ત્રાસ અંગે ચોંકાવનારી રજૂઆત કરવામાં આવી છે. આ વિસ્તારના રહેવાસીઓએ આજે ઈન્ચાર્જ એસપીને આવેદનપત્ર પાઠવીને પોતાની વ્યથા વ્યક્ત કરી છે. આ રજૂઆતની નકલો વડાપ્રધાન, કેન્દ્રીય ગૃહમંત્રી, રાજ્યના મુખ્યમંત્રી, ગૃહમંત્રી સુધી પહોંચાડી આ વિસ્તારને આતંકમાંથી મુક્ત કરાવવા અરજ ગુજારી છે. જામનગર શહેરમાં આવેલા શંકરટેકરી વિસ્તારમાં હાલમાં પ્રવર્તી રહેલા ગુન્હાહિત કૃત્યો અંગે રીતસરના ત્રાસી ગયેલા ગયેલા રહેવાસીઓએ આવેદનપત્ર આપ્યું ત્યારે શહેરના ધારાસભ્ય અને પૂર્વમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાના પીએ પ્રવીણસિંહ જાડેજા પણ સ્થાનિકો સાથે રહ્યા હતા.

આજે સ્થાનિકો દ્વારા જે રજૂઆત કરવામાં આવી તે રજૂઆતના મહત્વના મુદ્દાઓ પર નજર કરવામાં આવે તો..આ વિસ્તારના પૂર્વ નગર સેવિકા મરીયમબેન કાસમભાઈ ખફી તથા તેમના પુત્રો અનવર કાસમ ખફી ઉર્ફે અન્ના, ઈકબાલ કાસમ ખફી ઉર્ફે ઈકા, બાબુ કાસમ ખફી ઉર્ફે બાબા, પપ્પુ કાસમ ખફી ઉર્ફે પપ્પુડા તેમજ તેની ગેંગના લિયાકત ઉર્ફે લાલા સંધી, નાઝિર ઘોઘા ઉર્ફે નાઝલા, જાવિદ અલીભાઈ ઉર્ફે જાવલા, ઈમલા વેલ્ડરના છોકરા, જાવલા મંડી, ઈસલા, જુનિયા, ઈરફાન અઘોરી, આફ્રિદ જાવલાના ભાણેજ, અલ્તુળા, મોઈલા, મામદ હુસેન ખીરા, અનુબાપુ તેમજ તેની ગેંગના અન્ય દસેક જેટલા શખ્સો દ્વારા શંકરટેકરી વિસ્તારમાં ગુન્હાઓ પર ગુન્હાઓ આચરી રહ્યા છે અને તેને રોકનાર કોઈ નથી શા માટે...?

આરોપીઓ ઘ્વારા શંકર ટેકરી ખાતે એક મોટી ગેંગ બનાવેલ છે અને આ ગેંગમાં છોકરાઓને પગાર ઉપર રાખવામાં આવેલ છે જેનું સંચાલન આરોપીઓ ઘ્વારા કરવામાં આવી રહેલ છે. આ છોકરાઓ આરોપીઓના કહેવાથી કોઈપણ કૃત્યોને અંજામ આપી રહ્યા છે અને આરોપીઓને કોઈ જ કાયદાની સેહ બિક કે, શરમ નથી ખુલ્લેઆમ, આરોપીઓ પોતાની ગેરકાયદેસરને અંજામ આપી અને તેનો વ્યાપ વધારી રહ્યા છે. જેના વિરુદ્ધ રજૂઆત છે તે શખ્સો દ્વારા શંકર ટેકરી વિસ્તારમાં પ્રાઇવેટ કૅમેરાઓ બેસાડેલ છે અને તેનું પોતાના મોનીટરીંગ રૂમમાં સંચાલન કરવામાં આવી રહેલ છે અને આ મોનીટરીંગ રૂમમાંથી આરોપીઓ તમામ વિસ્તાર ઉપર વોચ રાખી અને કોઈપણ રીતે આ વિસ્તારમાં પોલીસને એન્ટ્રી આરોપીઓને જાણ થાય આ મોનીટરીંગ રૂમમાંથી અને આરોપીઓએ રાખેલ ભાડુતી છોકરાઓ આરોપીઓને પોલીસ આવ્યાની મોબાઈલ ધ્વારા ખબર આપી અને સતર્ક કરી દે છે.

આરોપીઓ એક સુનિશ્ચીત આયોજનરૂપ કાવતરૂ રચવામાં આવી રહયુ છે આરોપીઓ ઘ્વારા અન્ય સમાજની સ્ત્રી અને દિકરીઓને કોઈપણ રીતે પોતાના પ્રેમ ચુંગાલમાં ફસાવી દેવામાં આવે  છે અને તે પ્રેમ ચુંગાલમાં ફસાવી અને તેમના સાથે શરીર સંબંધો બાંધવામાં આવે છે અને તેમની વિડીયો કલીપ ઉતારી અને ત્યારબાદ તેમના ઉપર દબાણ લાવી અને તમામ આરોપીઓ સાથે મળી અને આ યુવતીઓ સાથે બળાત્કાર અને વહેશીયત કાર્યવાહીઓ રોજબરોજ કરાવી રહયા છે અને જો કોઈ સ્ત્રી કે દિકરી આ બાબતનો વિરોધ કરવા માટે કાર્યવાહીઓ કરે તો તેમને બદનામ કરી દેવાની ધમકીઓ આપીને તેમને બ્લેકમેઈલ કરી રહયા છે જેમાં પરણિત સ્ત્રીઓને પણ આરોપીઓ પોતાનો શીકાર બનાવી રહયા છે અને આરોપીઓ પરણીત સ્ત્રીને પણ પોતાની ચુંગાલમાં ફસાવી અને તેમના સાથે બળાત્કાર કરી અને હિન્દુ સ્ત્રીના સેથા ઉપર લઘુશંકા કરી હેરાન પરેશાન કરવાની એક હદ વટાવી દીધી છે,

આરોપીઓની ગેંગ દ્વારા વિસ્તારમાં દેશી દારૂ અંગ્રેજી દારૂ, ગાંજો, ચરસ અને ડ્રગ્સ ખુલેઆમ, વેંચાણ કરવામાં આવી રહેલ અને તમામ આરોપીઓ પ્રવૃતીઓ ચલાવે છે, તેવા આક્ષેપો આ રજુઆતમાં કરવામાં આવ્યા છે, તેની પોલીસને જાણ પરંતુ આરોપીઓ ઘ્વારા વિસ્તારમાં કેમેરા પોતાના પ્રાઈવેટ બેસાડવામાં આવેલ તેમાં પોલીસ આવ્યાની જાણ થાય છે કોઈ કાર્યવાહીઓ થઈ શકતી નથી. અને ખુલેઆમ, વિસ્તારમાં ડ્રગ્સ ગાંજો ચરસ દારૂની સપ્લાય થઈ રહે આજની તારીખે જો રેઈડ કરવામાં આવે તો પણ તમામ ગેરકાયદેસરની પ્રવૃતીઓનો પુરાવો પણ મળી શકે તેમ છે.

આ ગેંગ એટલી હદે હાલ એકટીવ થઈ ગયેલ છે, આરોપીઓનો એટલી હદ સુધી આતંક કે, હિન્દુઓને ગમે ત્યારે રોકી કોઈને કોઈ કારણોથી માર મારી અને તેમના મોઢામાં થુકવામાં આવે છે.અને દાદાગીરીનું વરવું પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે.થોડા સમય પૂર્વે પણ એક વકીલ ઉપર આરોપીઓની ગેંગના સભ્યો દ્વારા છરી વડે હુમલો કરવામાં આવેલ હતો તેનું કારણ માત્ર વકીલ ગરબી કરાવતા હોય, અને ગરબી બંધ કરવા માટે આરોપીઓ દબાણ કરતા હોય, અને તેના આતંક સ્વરૂપે વકીલને પણ છરીથી માર મારવામાં આવેલ હતો, અને મોટી ઉમરના વૃધ્ધ વ્યકિતઓ જો સત્સંગની કાર્યવાહીઓ કરતા હોય, તો આ ગેંગના સભ્યો ભેગા થઈ અને જાહેરમાં ગાળો બોલી અને આ રોકવામાં આવી રહેલ છે. વિસ્તારમાં મંદિરો અને દેવસ્થાન આવેલ છે તે તમામ જગ્યાએ ઈડા ચીકનની માંશાહારી વસ્તુઓનું વેંચાણ કરવામાં આવી રહેલ છે,

આ માથાભારે તત્વો આ વિસ્તારમાં ધોડેસવાર થઈ અને હિન્દુઓની લાગણીઓ દુભાવવા માટે ગાયોને મારતા જવું અને નાના બાળકો આ વિસ્તારમાં રમતા હોય અને દેખાય ત્યા જઈને લાતો પાટા કોઈ જ કારણો વગર મારી અને પછાડીને ચાલ્યા જાય આ રીતે આતંક મચાવવામાં આવી રહેલ છે. અરે ત્યાં સુધી કે આરોપીઓ આ વિસ્તારમાં વર્ષો જુના "રામનગર" તરીકે ઓળખાતા વિસ્તારનું નામ બદલીને "રજાનગર'' કરી દેવામાં આવેલ છે અને જો કોઈ રામનગર તરીકે સરનામું ઉલલેખ કરે તો તેમને પકડી પકડીને માર મારવામાં આવી રહેલ છે ધરારથી મુસ્લીમ સમાજ ધ્વારા જે નામ આપવામાં આવેલ છે તે જ નામથી આ વિસ્તારના સરનામાનો ઉલ્લેખ કરવા દબાણ કરવામાં આવી રહેલ છે તે જ રિતે આ વિસ્તારમાં 'બજરંગ ચોક" આવેલ છે તે ચોકનું નામ કાદરી ચોક' કરી નાખવામાં આવેલ છે. જે બજરંગ ચોકના ટ્રસ્ટી ધ્વારા આ કાર્યવાહીનો વિરોધ કરતા તેમણે જાહેરમાં માર મારવામાં આવેલ હતો અને આ રીતે દબાણ કરવામાં આવી રહેલ છે.

આ વિસ્તારમાં પારસીનું કબ્રસ્તાન આવેલ છે, પરંતુ આ વિસ્તારમાં હાલ કોઈ પારસી ન હોય જેથી કરીને આ કબ્રસ્તાનમાં હાલ આરોપીઓ ધ્વારા કબજો કરી લેવામાં આવેલ છે અને ગેરકાયદેસર રીતે આ કબ્રસ્તાન પાસે બાંધકામ કરી લેવામાં આવેલ છે અને આ કબ્રસ્તાનમાં દારૂ ડ્રગ્સની વેંચાણની પ્રવૃતીઓ અને દેશી દારૂ બનાવવાના હાટડાઓ આરોપીઓ ઘ્વારા નાખી દેવામાં આવેલ છે. ઉપરાંત જુગારની મોટા પાયે કલબો આ વિસ્તારમાં ચલાવવામાં આવી રહેલ છે અને આ વિસ્તારમાં આરોપીઓ ધ્વારા ગેરકાયદેસર રીતે બાંધકામ કરી અને આ તમામ રૂમોની અંદર કલબ ચાલું કરવામાં આવેલ છે આ તમામ શખ્સો જાહેરમાં રોજબરોજ બાઈકમાં નિકળી અને કોથળાની અંદર કાચની બાટલીઓ રાખી અને કોઈ જ કારણો વગર આ વિસ્તારમાં નિકળી અને હિન્દુઓના ઘર પાસે કોઈ સ્ત્રીઓ બેસેલ હોય તેમના ઉપર ઘરની અંદરના ભાગે આ બાટલીઓ ફેંકી અને આતંક મચાવવામાં આવી રહેલ છે.

ગેંગમાંથી કોઈનો જન્મદિવસ હોય કે ઘરમાં કોઈ પ્રસંગો હોય તો જાહેરમાં બંધુકો ફોડી અને હથીયાર પ્રદર્શન કરી અને દહેશત મચાવી અને ભયનું વાતાવરણ ફેલાવી રહયા છે.સૌથી વધુ ગંભીર બાબત જ એ છે કે આ તમામ ગુન્હાખોરીની પ્રવૃતિઓથી પોલીસ વાકેફ છે છતાં પોલીસ ઘ્વારા કોઈ જ કાર્યવાહીઓ કરવામાં આવતી ન હોય, અને પોલીસ પાસે કોઈ એફ.આઈ.આર. કરવા માટે જાય તો એફ.આઈ.આર કરવામાં આવશે નહી અરજીઓ માત્ર લેવામાં આવે છે અને આ અરજી હાથ ઉપર રાખવામાં આવે છે અને તે દરમ્યાન પોલીસને ભલામણો કરી અને આ અરજીમાં કોઈ કાર્યવાહીઓ થતી નથી અને જેમને અરજી કરેલ હોય તેમને એટલી હદે હેરાન પરેશાન કરવામાં આવેલ છે કે, તેઓ આ વિસ્તારમાંથી હીજરત કરી જાય અથવા તો તેમનું ઘર પાણીના ભાવમાં વેંચાણ કરી અને ચાલ્યા જાય અને આરોપીઓ ઘ્વારા જ આ ઘર ખરીદી કરવામાં આવે છે

આ ત્રાસના કારણે અહી વર્ષોથી વસવાટ કરતા કેટલાય લોકો હિજરત કરી ગયા છે અને હજુ કેટલાય કરવાની તૈયારીમાં છે.કેટલાય ત્રાસી ચુકેલા પરીવારો પોતાનું મકાન આ ગેંગને વેંચાણ કરી અને આરોપીઓ સામે સરન્ડર થઈને પોતાના પરીવારના જાન માલના કરવા માટે વિસ્તાર છોડીને ચાલ્યા ગયેલ છે અને આ  ગેંગ પાસે હાલ 350 મકાનો છે જે તમામ મકાનો તેઓએ દબાવી અને સસ્તામાં પડાવી લીધેલ છે.આમ આટલી ગંભીર અને મુદ્દાસરની રજૂઆત ઉચ્ચકકક્ષાએ થતા હવે આ તત્વો પર પોલીસ કઈ રીતે તૂટી પડી અને કાયદાનું ભાન કરાવે છે તેના પર સૌની નજર મંડાયેલી છે.