વોર્ડ નંબર 15 ના કોંગ્રેસના ઉમેદવાર મરીયમબેન સુમરા માટે વિસ્તારના મતદારોની લાગણી અડીખમ છે.

વેરાઓ....મોંઘવારી બધુ જ ભાજપની દેન છે કોંગ્રેસે પ્રજાનો વિચાર કર્યો હોય લોકસંપર્કમા મરીયમબેન તરફી મતદારોનો ઉમળકો

વોર્ડ નંબર 15 ના કોંગ્રેસના ઉમેદવાર મરીયમબેન સુમરા માટે વિસ્તારના મતદારોની લાગણી અડીખમ છે.

Mysamachar.in-જામનગર

જામનગર કોર્પોરેશનની ચુંટણી અંગે જુદા-જુદા વિસ્તારના ઉમેદવારો અંગે મતદારોના ઝોક અંગે રાજકીય વિશ્લેષણ થઇ જ રહ્યુ છે, ત્યારે વોર્ડ નંબર 15 ના કોંગ્રેસના સિનિયર ઉમેદવાર મરીયમબેન સુમરા તરફ પ્રચાર દરમ્યાન લોકોનો ખુબ ઉમળકો જોવા મળે છે તેવો અભિપ્રાય આવ્યો છે, કેમકે વેરા અને મોંઘવારીનો પ્રજા ઉપર માર લાદતા ભાજપના શાસનના બદલે વોર્ડ નંબર 15 મા કોંગ્રેસના ઉમેદવાર મરીયમબેન સુમરાને જ લોકો ખોબલે ખોબલે મત આપી જીતાડશે તેવુ તેમના પ્રચાર દરમ્યાનની સમીક્ષાનુ તારણ નીકળે છે,

કોંગ્રેસના ઉમેદવાર મરીયમબેનએ પોતાના ચુંટણી પ્રચારમાં જણાવ્યુ હતુ ભાજપાને મત આપવો એટલે મોંઘવારી.... વેરા બધાનો બોજો સહન કરવા મત આપવો એવો અર્થ થાય રાજકીય અને પ્રજાસેવાના અનુભવી મરીયમબેનએ પ્રચાર દરમ્યાન વેધક સવાલ કર્યા હતા કે આપણા સ્લમ વિસ્તારોમાં ખોટા વેરાઓ નાખી સામાન્ય પ્રજાને લૂંટવાનો પ્રયાસ કોણે કર્યો ? (ભાજપે કર્યો) તો વળી 1000 માં મળતો તેલનો ડબ્બો 2000 નો કોણે કર્યો ? (ભાજપે કર્યો) તેમજ રૂ.350 માં મળતો રાંધણ ગેસનો બાટલો રૂા.750 માં કોણે કર્યો ? (ભાજપે કર્યો) એવી જ રીતે રાંધણગેસની સબસીડી બંધ કોણે કરી ? (ભાજપે કરી) ખાસ કરીને સરકારી સ્કૂલો બંધ કરી પ્રાઇવેટ સ્કૂલોમાં શિક્ષણ મોંઘુ કોણે કર્યું? (ભાજપે કર્યુ) એવી જ રીતે મહાપાલિકાઓમાં પ્રાઇવેટાઇઝેશનને પ્રોત્સાહન આપી આમ પ્રજા અને સફાઇ કર્મીઓની નોકરી કોણ છીનવી ? (ભાજપે) તો સરકારી હોસ્પિટલોમાં સુવિધાઓનો અભાવ કોના થકી ? (ભાજપ થકી) આમ દરેક બાબતે લોકોને હાલાકી ભાજપ થકી જ છે માટે કોંગ્રેસના ઉમેદવાર મરીયમબેન સુમરાને પ્રચારમા ઉમળકાભેર આવકાર મળી રહ્યો છે.

-કોંગ્રેસના ઉમેદવાર મરીયમબેન સુમરા માટે લોકોએ જણાવ્યુ કે પ્રચાર વગર મરીયમબેન જીતી જાય તેવા લોકપ્રિય છે

જામનગર કોર્પોરેશનના વોર્ડ નંબર 15ના કોંગ્રેસના ઉમેદવાર મરીયમબેન પ્રચારમા ન નીકળે તો પણ જીતી જાય તેટલી તેમની લોકપ્રિયતા છે તેમ તેમના વિસ્તારના લોકોએ અભિપ્રાય આપ્યો છે તેનુ કારણ પુછતા લોકોએ જણાવ્યુ હતુ કે તમામ સમાજને સાથે રાખીને સેવાકાર્યોમાં તેઓ અગ્રેસર રહે છે.તેમાં  હોસ્પિટલ ને લગત લોકોને કામ હોય કે  નવરાત્રી ઉજવણીઓના આયોજન કરવાના હોય લોકડાઉનમાં અનાજ વગેરે કીટનું વિતરણ કરવાનુ હોય (તે વખતે 1300 કીટ વિતરણ કરી હતી) તેમજ સિનિયર સીટીઝન હોવા છતાં આવી દરેક બાબતે  લોકોની વચ્ચે રહી કામ કરે છે.

તો વોર્ડમાં કોઈ સુવિધા ખૂટે નહી અને લોકો ને પ્રજા પ્રતિનિધિ હોવાનો અહેસાસ થાય તે માટે તેઓએ કોર્પોરેટરની મળતી ગ્રાન્ટમાંથી રોડ રસ્તા, બેંચ, નળ, ગટર, પીવાના પાણી સમસ્યાનું નિરાકરણ લાવી અને સાચા જનપ્રતિનિધિ તરીકેનું ઉદાહરણ બખૂબી પૂરું પાડ્યું છે, આ વખતે મરિયમબેન કાસમભાઈ સુમરાએ આ વિસ્તારમાં થી પોતાની 5 મી વખત દાવેદારી નોંધાવી છે ત્યારે લોકોને પણ તેમના ઉપર આદર છે ગર્વ છે ગત પાંચ (5) વર્ષના સમયગાળા દરમ્યાન વિસ્તારના લોકોનો પ્રેમ, લાગણી આશીર્વાદથી કોંગ્રેસ પક્ષના કોર્પોરેટર તરીકે સજજડ મહેનત, જોશ, ઉમંગથી સમાજ કલ્યાણના વિકાસશીલ કાર્યો કોઇપણ જાતના ભેદભાવ, ધર્મ નિરપેક્ષતા કે જાતીવાદ વીના સંપુર્ણ ઇમાનદારીથી કાર્યો કરેલ છે.

માટે કોંગ્રેસના ઉમેદવાર મરીયમબેન સુમરાને ફરીથી ટીકીટ મળી છે ત્યારે આવા લોકપ્રિય ઉમેદવારને પ્રચારની જરૂર નથી તેમ લોકોએ ઉમળકાથી જણાવી લોકસંપર્ક દરમ્યાન લોકોએ સામેથી જ કહ્યુ કે તેઓ મરીયમબેનને ખોબલે ખોબલે મત આપવાના છે માટે પ્રચાર અને તેની ફેવરમાં ખીલી ઉઠ્યો હતો તેમજ મરીયમબેન તરફી માહોલ બની ગયો છે. અને આ વખતે પણ તેવો ચુંટાઇ અને પોતાના વિસ્તારની લોકોની સેવા કરવા માટે કાર્યરત રહેશે તેવી વાત કરી છે.