વડાપાઉંની લાલચ આપી 10 વર્ષની બાળકીને ઉઠાવી જઈ દુષ્કર્મ અને હત્યાના કેસમાં ફાંસીની સજા 

10 દિવસમાં બે નરાધમોને ફાંસીની સજા

વડાપાઉંની લાલચ આપી 10 વર્ષની બાળકીને ઉઠાવી જઈ દુષ્કર્મ અને હત્યાના કેસમાં ફાંસીની સજા 
પ્રતીકાત્મક તસ્વીર

Mysamachar.in-સુરત:

સુરતમાં 10 દિવસમાં બે નરાધમોને કોર્ટે ફાંસીની સજા સંભાળવી છે, સુરતમાં બાળકી પર દુષ્કર્મ બાદ હત્યાનો મામલે આજે આરોપીને ફાંસીની સજા સંભળાવી 10 વર્ષીય બાળકી ને વડાપાઉંની લાલચ આપી દુષ્કર્મ આચર્યા બાદ બાળકીને માથામાં ઈટ મારી હત્યા નિપજાવવાના બનાવમાં આરોપીને ફાંસીની સજાનો હુકમ નામદાર કોર્ટ દ્વારા દ્વારા કરવામાં આવ્યો છે.હાલમાં લાજપોર જેલમાં જેલવાસ ભોગવતા આરોપી દિનેશ બૈસાને વિરુદ્ધ પોલીસે ગણતરીના દિવસોમાં જ ચાર્જશીટ રજૂ કરી હતી. ત્યાર બાદ સ્પીડી ટ્રાયલમાં મહત્ત્વના કુલ 45 જેટલા પંચ સાક્ષી, પંચનામાના સાક્ષી, સીસીટીવી ફૂટેજ માટે એફએસએલ, તબીબી સાક્ષીઓ, ભોગ બનનારનાં માતા-પિતા, લાસ્ટ સીન ટુગેધરના સાક્ષીઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો.

પાંડેસરા વિસ્તારમાં રહેતી 10 વર્ષની બાળકી તા.7-12-2020ના રોજ પોતાના મોટા કાકાના ઘરની બહાર એકલી રમતી હતી. ત્યારે આરોપી દિનેશ દશરથ બૈસા તેને વડાપાંઉ ખવડાવવાની લાલચ આપી હતી અને નાસ્તાની લારી પર લઈ ગયો હતો. ત્યાર બાદ તેને ઉધના બીઆરસી કમ્પાઉન્ડ લક્ષ્મીનારાયણ ઇન્ડસ્ટ્રિયલ પાર્ક સામે ઝાડીમાં લઇ ગયો હતો અને દુષ્કર્મ આચર્યું હતું. બાળાએ પ્રતિકાર કરી આરોપીની જમણા હાથની આંગળી પર બચકું ભરી લીધું હતું. આરોપીએ ઉશ્કેરાઇ જઈને બાળકીને માથા પર ઈંટના 7 ઘા મારી હત્યા કરી દીધી હતી. બાળકીના વાલીએ આરોપી સામે અપહરણ, દુષ્કર્મ-હત્યા અને પોક્સો એક્ટના ભંગ અંતર્ગત ફરિયાદ નોંધાવતાં પાંડેસરા પોલીસે આરોપીની ધરપકડ કરી હતી.

આરોપી વિરુદ્ધ પોલીસે 15 દિવસમાં જ 232 પાનાંની ચાર્જશીટ રજૂ કરી હતી. ત્યાર બાદ સ્પીડી ટ્રાયલમાં મહત્ત્વના કુલ 45 જેટલા પંચ સાક્ષીઓ, પંચનામાના સાક્ષી, સીસીટીવી ફૂટેજ માટે એફએસએલ, તબીબી સાક્ષીઓ,ભોગ બનનારનાં માતા-પિતા, લાસ્ટ સીન ટુગેધરના સાક્ષીઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો.સરકારપક્ષે મુખ્ય જિલ્લા સરકારી વકીલ નયન સુખડવાલાએ ચાર્જફ્રેમની કાર્યવાહી બાદ કેસ કાર્યવાહીનો પ્રારંભ કરીને 45 સાક્ષીની તપાસ તથા બચાવપક્ષે ઊલટતપાસની કાર્યવાહી પૂરી કરી હતી, જેથી કોર્ટે આરોપી દિનેશ બૈસાને દોષિત જાહેર કર્યો હતો અને આજરોજ ફાંસીની સજા સંભળાવવામાં આવી હતી.