જામજોધપુરમાં વીજચોરી અને ખનીજચોરી મુદે MLA ચિરાગ કાલરીયાનો સનસનીખેજ આક્ષેપ 

જામજોધપુરમાં વીજચોરી અને ખનીજચોરી મુદે MLA ચિરાગ કાલરીયાનો સનસનીખેજ આક્ષેપ 
file image

Mysamachar.in:જામનગર:

જામનગર જીલ્લાના જામજોધપુર પંથકમાં ધ્રોલ અને જોડિયા પંથકની જેમ જ સ્થાનિક અને જીલ્લાની કચેરીઓના આશિર્વાદ અને રાજકીય પીઠબળ તળે બેફામ ખનીજચોરીના રેકેટ ચાલી રહ્યા છે.એવામાં થોડા દિવસો પૂર્વે વડોદરા વિજીલન્સ ટીમ દ્વારા જામજોધપુર પંથકમાંથી મોટાપાયે વીજચોરી ઝડપી પાડી અને ગુન્હો નોંધવામાં આવ્યો છે. ત્યાં ગેરકાયદેસર ખનીજ ખનન પણ ચાલી રહ્યાનું સામે આવ્યું છે. ત્યારે ના માત્ર આ એક જ જગ્યાએ પણ જામજોધપુર પંથકમાં કેટલાય વિસ્તારોમાં ગેરકાયદે ખનન ચાલી રહ્યું છે.જેમાં રાજકીય આકાઓના આશિર્વાદ પણ સમાયેલા હોવાની શંકાઓ પણ જાણકારો વ્યક્ત કરે છે.

આ મામલે જામજોધપુર લાલપુર મત વિસ્તારના ધારાસભ્ય ચિરાગ કાલરીયાએ my samachar સાથેની ટેલીફોનીક વાતચીતમાં કહ્યું કે સ્થાનિક અધિકારીઓની મિલીભગત ઉપરાંત સરકારની મીઠી નજર છે અને તેમાં ભાજપના કેટલાક કાર્યકરો પણ સંડોવાયેલાની મને આશંકા છે જે મુદ્દે તટસ્થ તપાસ થવી જોઈએ અને સરકારને થતી કરોડોની નુકશાની બંધ કરાવવી જોઈએ..ચિરાગ કાલરીયાએ વધુમાં કહ્યું કે જામજોધપુરની ભારે ચર્ચાસ્પદ એવી પરડવામાં કરોડોનું ખનીજ ખનન ઝડપાયુ તે પ્રકરણ હજુ પૂર્ણ નથી થયું નથી ત્યાં વધુ એક વખત આ રીતે મોટી વીજચોરી અને ખનીજચોરી ઝડપાવી તે સ્થાનિક અધિકારીઓની મીઠી નજર હેઠળ ખનીજચોરી અને વીજચોરી ચાલી રહી છે તે બાબત સ્જેપષ્ટ કરે છે, બાબત ગંભીર છે. અને આ મામલે રેકેટના મૂળ સુધી જઈ અને તપાસ થાય તો મોટા માથાઓના નામો ખુલે તેવી આશંકા પણ તેમના દ્વારા વ્યક્ત કરાઈ છે.અને હું પણ આ અંગે સરકારમાં જરૂરી રજૂઆત કરીશ તેમ તેવોએ વાતચીતના અંતે જણાવ્યું હતું.