ભુસાની બોરીઓની આડમાં મહારાષ્ટ્રથી ઘુસાડવામાં આવી રહેલ દારુ બીયરનો જથ્થો ઝડપી પાડતી પોલીસ 

પોલીસે ટ્રક રોકી તપાસ કરતા ભૂસાની બોરીઓ નીચે હતો દારૂ 

ભુસાની બોરીઓની આડમાં મહારાષ્ટ્રથી ઘુસાડવામાં આવી રહેલ દારુ બીયરનો જથ્થો ઝડપી પાડતી પોલીસ 

Mysamachar.in:વડોદરા

વડોદરા LCBએ મહારાષ્ટ્રથી અમદાવાદ લઈ જવાતો ભારતીય બનાવટનો 14.95 લાખ રૂપિયાની કિંમતનો દારૂ અને બીયરનો જંગી જથ્થો ઝડપી પાડ્યો હતો અને ટ્રક ચાલકની ધરપકડ કરી હતી. આ દારૂ અને બીયરનો જથ્થો ભુસાની બોરીઓની આડમાં લઈ જવાતો હતો.બાતમીના આધારે પોલીસે એક્સપ્રેસ હાઇવે ઉપર વોચ ગોઠવી દીધી હતી. દરમિયાન, બાતમીવાળી ટ્રક આવતા જ પોલીસે રોકી હતી અને ટ્રકમાં તપાસ કરતાં ભુસાની બોરીઓ નીચેથી દારૂ અને બીયરની 333 પેટી મળી આવી હતી. પોલીસે દારૂ અને બીયરનો રૂપિયા 14,95,200નો જથ્થો, ભુસુ ભરેલી ટ્રક, મોબાઇલ ફોન મળી કુલ 25,01,200 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો. તે સાથે ટ્રક ચાલક હનુમંત બાલુરાવ શિંદેની ધરપકડ કરી હતી.