શરુ સેક્શન રોડ પર ઘરમાં ઘુસી ગઈ કાર જુઓ આ તસ્વીરો 

વિચિત્ર અકસ્માત, હાથમાં ગાડી આવે એટલે પૂરુ.

શરુ સેક્શન રોડ પર ઘરમાં ઘુસી ગઈ કાર જુઓ આ તસ્વીરો 

Mysamachar.in-જામનગર

જામનગર શહેરમાં કેટલાક લોકો તો જાણે રસ્તા પર કોઈ છે જ નહિ તે રીતે બેફામ ગાડીઓ હંકારે છે પછી ભલેને કોઈનો જીવ જાય કે કોઈને નુકશાન થાય...આજે આવી જ એક ઘટના જામનગરના શરુ સેક્શન રોડ માહી ડેરીની સામેના ભાગે બની જ્યાં હાથમાં સ્ટેરીંગ આવી ગયા બાદ કારચાલકે એવું તો લીવર દાબ્યું કે કોઈના ઘરમાં કાર ઘુસાડી દીધી હોવાની તસ્વીરો સામે આવી છે.એક સમયે તો કાર ઘરમાં ઘુસી જતા અફરાતફરી સર્જાઈ હતી, અને ઘરની દીવાલને ભારે નુકશાન થયું છે તો વાહનચાલક કોણ અને તેની સામે થયેલ કાર્યવાહી અંગેની વિગતો હજુ સુધી જાહેર થઇ નથી તે અંગે કોઈ વિધિવત કાર્યવાહી થશે તો અહી અપડેટ કરવામાં આવશે, જો કે આ વિચિત્ર અકસ્માતની તસ્વીરો એ જામનગરમાં સારી એવી ચર્ચા જગાવી છે.