ગામડાઓની તો જો માઠી? અટવાતા સુવિધા કામ

દરખાસ્તો....લોકફાળા ...ફંડના ગ્રહણ

ગામડાઓની તો જો માઠી? અટવાતા સુવિધા કામ
File Image

Mysamachar.in-જામનગર:

ગ્રામ્ય વિસ્તારોમા તમામ સુવિધા આપવાના બણગા ફુંકતી સરકારના વિભાગોની ગામડામા કામો કરવાની ખાસ કંઈ ઇચ્છા શક્તિ નથી દેખાતી અને માર્ગમકાન આરોગ્ય સહિતના પંચાયત ના વિભાગો પીજીવીસીએલ, પાણી પુરવઠા, ગ્રામ વિકાસ એજન્સી વગેરે વિભાગોને ઝડપી કામ જ કરવા નથી તેવા તો અનેક ઉદાહરણો સામે આવે છે, જેમાંથી અમુક જોઇએ તો નાના એવા કોઝવે બનાવવા સરકારમા દરખાસ્ત કરવી પડે ગ્રામજનોને બોર માટે લોકફાળો ભરવો પડે ખેતરમા વીજ થાભલા મંજુરી વગર નાંખી ખસેડવા હોય તો જંગી નાણા ભરવા પડે આવાસ યોજનાના લાભ ન મળે આવી તો ઘણી ઉપાધીઓ છે,

સપડામા પાણી પુરવઠાના બદલે ગ્રામજનોએ લોકફાળો કરી બોર બનાવ્યો હવે તેમા વીજ જોડાણ કરવુ છે,પરંતુ વીજ વિભાગ કહે લોકફાળો કરી નાણા ભરો તો જોડાણ આપીએ તો વળી જામજોધપુર તાલુકામા એક ખેતરમા વીજથાભલાનુ રોપણ ખેડૂતની મંજુરી વગર કર્યા બાદ હવે તે ખસેડવા પીજીવીસીએલ એ ૭૧૭૪૪ રૂપીયા ભરવા કીધુ છે, જામનગર તાલુકામા ખુબ જરૂરી જુદા જુદા કોઝવે બનાવવા સરકારમા દરખાસ્ત કરાઈ ત્યા તો ચોમાસુ વીતી જશે પંચાયત કોઝવે માટે પણ બજેટ ધરાવતુ નથી, તો બીજી તરફ જામજોધપુર તાલુકામા પ્રધાનમંત્રી આવાસ યોજનાના સોફ્ટવેર બંધ છે, તેથી ગ્રામ્ય નાગરીકો આવાસ માટે અરજી પણ કરી શકે તેમ નથી તો આવાસ તો ક્યારે મળે તે બાબતે જિલ્લાગ્રામ વિકાસ એજન્સી ના બદલે રકાસ એજન્સીનો નમુનો બહાર આવ્યો છે,

તો વળી બુટાવદરના પશુપાલક-ખેડુતને મુદ્રા યોજનાની લોન ખોળ કપાસીયાના લેવી છે પરંતુ એસ.બી.આઇ. બેંક નથી અને ગ્રામીણ બેંકનુ કાર્યક્ષેત્ર નથી...બીજી તરફ લાલપુર તાલુકામા નાના ખડબાથી વાવડીનો રોડનુ કામ શરૂ થયુ પરંતુ પુરૂ ન થયુ નાણા ચુકવાય ગયા અને અધકચરી વ્યવસ્થા ગ્રામજનો માટે પીડા બની પરંતુ પંચાયત માર્ગ મકાન કંઇ કરી શકતુ નથી.. તેવી જ રીતે જામજોધપુર તાલુકાનો નવો સીસી રોડ દસ દિવસમા ઉખડી ગયો તો પંચાયત તો હજુ અહેવાલ મંગાવે છે, ઉપરાંત તાલુકા કક્ષાના દબાણના પ્રશ્ર્નો જિલ્લા કક્ષાએ પહોંચે છે ત્યાંથી સુધરાઇ કે પંચાયત કામ કરતુ નથી જામજોધપુરમા એક આસામીએ છિતરીમા દબાણ કરી લીધુ તો તાલુકાના સિદ્ધેશ્ર્વર મંદિરના માર્ગે દબાણ થયા તે હટાવી પંચાયત રોડનુ કામ કરી શકતી નથી.

આ તો માત્ર જુજ દાખલા છે પાણી સિચાઇ ખેતી શિક્ષણ બસ સેવા આરોગ્ય બેંકીંગ અધારકાર્ડ રોડ પંચાયતસેવા વીજળી સહિતના મામલે ઢગલો સમસ્યા છે, છતા ગ્રામજનોનુ કોઇ ધણી ધોરી થતુ નથી, જે માટે સૌથી વધુ જિલ્લા પંચાયતના વિભાગો જવાબદાર છે બીજા રાજ્યસરકારના લગત વિભાગોની બેદરકારી તો આટો લઇ ગઇ છે આવી અનેક બાબતો નોંધાયેલી છે, ગ્રામજનો માટે જ કહે છે કે યોજનાના પુરા લાભ એ પણ સમયસર ન આપી શકો તો મોટે ઉપાડે જાહેર શા માટે કરાય છે?