હનીટ્રેપની માયાજાળ..યુવકને ફસાવી માંગ્યા બે લાખ 

એક યુવતી સહીત ચારનું કારસ્તાન...

હનીટ્રેપની માયાજાળ..યુવકને ફસાવી માંગ્યા બે લાખ 
Symbolic Image

Mysamachar.in-અમરેલી:

ગુજરાતમાં પણ હનીટ્રેપની માયાજાળ ના થોડા થોડા દિવસોએ કિસ્સાઓ રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં સામે આવતા રહે છે, અને કોઈવાર યુવકો તો કોઈવાર વૃદ્ધો પણ સ્વરૂપવાન સુંદરીઓની માયાજાળ ની ગેંગમાં બરોબરના ફસાઈ જાય છે, આવો જ વધુ એક કિસ્સો અમરેલી જિલ્લામાં સામે આવ્યો છે, અમરેલીના બાબરામાં  એક સોની યુવકને લાઠીના નારણનગરની એક યુવતી તથા અન્ય ચાર શખ્સોએ હનીટ્રેપમાં ફસાવી યુવતીને મળવાના બહાને એક મકાનમાં બોલાવી નગ્ન હાલતમાં વીડિયો ઉતારી વાઈરલ કરવાની ધમકી આપી રૂપિયા ચાલીસ હજાર પડાવવાની કોશિશ કરતા મામલો પોલીસ મથકે પહોંચ્યો છે.


થોડા દિવસો પૂર્વે ટ્રેપમા ફસાઈ જનાર યુવકને આશા નામની યુવતી મળી હતી..અને બંનેએ મોબાઇલ નંબરની આપ-લે કરી હતી.જે બાદ થોડાદિવસો પછી આશાનો આ યુવાન પર ફોન આવ્યો હતો કે તેના મામા માનપુર રહે છે, અને આજે તેના ઘરે કોઇ ન હોય આપણે મળીએ તેમ કહ્યું હતું, જેથી ભોગ બનનાર યુવક પોતાના મોટર સાયકલ પર ઢસાથી આશાને બેસાડી માનપુર પહોંચ્યા હતા.,, બંને જ્યારે મકાનમા એકાંતમાં હતા તે સમયે જ અજાણ્યા બે શખ્સો દરવાજો ખખડાવી ધસી આવ્યા હતા.

આવેલા શખ્સો પૈકીના એકે તો પોતે આશાનો પતિ હોવાનુ જણાવી આ યુવકનો વીડિયો ઉતારી લીધો હતો અને તેને મારમારી બળાત્કારની ફરિયાદમા ફિટ કરી દેવાની ધમકી દઇ બે લાખની માંગણી કરી હતી. છેલ્લા ચાલીશ હજાર આપવાનુ નક્કી થયું હતું.જે બાદ યુવકને પોતે હનીટ્રેપની જાળમાં ફસાયાનું લગતા તેણે યુક્તિ વાપરી અને યુક્તિ અજમાવી પકડી લીધા હતા, અને આશા સહીત ચાર સામે પોલીસ ફરિયાદ પણ નોંધાવી છે.