ATM સેન્ટરમાં સિક્યુરીટીગાર્ડની ઘાતકી હત્યા...

ચોરી અથવા લૂંટના ઇરાદે થઇ હત્યા કે બીજુ કોઈ કારણ.? તપાસ શરુ...

ATM સેન્ટરમાં સિક્યુરીટીગાર્ડની ઘાતકી હત્યા...

Mysamachar.in-કચ્છ

કચ્છના અંજારમાં સિક્યોરિટી ગાર્ડની હત્યાનો એક સનસનીખેજ બનાવ સામે આવ્યો છે. અંજારમાં વેલસ્પન નજીક આવેલાં SBIના ATMની અંદર સિક્યોરિટી ગાર્ડની અજાણ્યા શખ્સોએ હત્યા કરી દેતાં ચકચાર મચી જવા પામી છે. SBIના ATMમાં સિક્યોરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતાં નવીન સોલંકીની અજાણ્યા શખ્સો હત્યા કરી ફરાર થઈ ગયા છે. આજે સવારે 8 કલાકે ATMની અંદર લોહીથી લથપથ હાલતમાં લાશ મળી આવી હતી. અજાણ્યા શખ્સોએ નવીનની છાતી અને ગળામાં છરી જેવાં તીક્ષ્ણ હથિયારથી ઘા ઝીંકી તેની હત્યા નિપજાવી હોવાનું બહાર આવ્યું છે.

હત્યાના બનાવના પગલે ઉચ્ચ પોલીસ અધિકારી ઘટનાસ્થળે પહોંચી લાશ પીએમ માટે મોકલી આપી વધુ તપાસ હાથ ધરી છે. હાલ અંજાર પોલીસે અજાણ્યા શખ્સો સામે હત્યાનો ગુનો નોંધી હત્યારાઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. પ્રાથમિક તપાસમાં ATMમાં ચોરી અથવા લૂંટના ઇરાદે સિક્યોરિટીગાર્ડ હત્યા નિપજાવી હોવાનું અનુમાન છે. જો કે આ કારણ સિવાય કોઈ કારણથી હત્યા થઇ છે કે કેમ તે અંગે તપાસ હાથ ચાલી રહી છે.