કારમાં ગુપ્તખાનું,ખાનામાંથી નીકળ્યા 80 લાખ

કોઈ સંતોષકારક જવાબ કે હિસાબના રજુ કરી શક્યા શખ્સો

કારમાં ગુપ્તખાનું,ખાનામાંથી નીકળ્યા 80 લાખ

Mysamachar.in-અરવલ્લી

અરવલ્લી જીલ્લાના શામળાજી ચેકપોસ્ટ પાસે પોલીસે મોડી રાત્રે ચેકિંગ દરમિયાન વૈભવી કારમાં સીટ નીચે ગુપ્તખાનું બનાવીને ગેરકાયદે રાખવામાં આવેલા રૂ.80 લાખ બિનહિસાબી મળતાં ચકચાર મચી ગઇ હતી. શામળાજી પોલીસે ઉદેપુરના ત્રણ શખ્સોની અટકાયત કરી હતી. પોલીસે આટલી મોટી બિનહિસાબી રકમ ચોરી અથવા છળકપટ કરી ક્યાં લઈ જવાતી હતી ક્યાંથી આવી તે દિશામાં તપાસ હાથ ધરી છે. ઉદેપુર-અમદાવાદ નેશનલ હાઈવે પર વાહન ચેકિંગ કરી રહી હતી. તે દરમિયાન શામળાજી ચેકપોસ્ટ પાસે રાત્રે 11 વાગે શંકાસ્પદ હાલતમાં પસાર થઈ રહેલી ક્રિઆ સેલટોસ કાર નંબર આરજે 27 સીજે 5175 ને અટકાવીને તેની તલાસી લેતાં ડ્રાઇવર સીટની બાજુમાં આવેલી ખાલી સાઈડ નીચે ગુપ્તખાનું બનાવીને તેમાં ગેરકાયદે બિનહિસાબી રાખવામાં આવેલી રૂ. 80 લાખ રોકડા મળતાં પોલીસ પણ ચોંકી ઉઠી હતી.

ઉદેપુર તરફથી કાર લઈને આવતા ત્રણ શખ્સોન બિનહિસાબી રોકડ અંગે પૂછતાં યોગ્ય જવાબ અને આધાર પુરાવા રજૂ ન કરતાં પોલીસને આ મુદ્દામાલ અંગે ચોરી કરી હોવાની અથવા તો છળકપટ કરી હેરાફેરી કરાતી હોવાની શંકા જતા કારમાંથી ગેરકાયદે બિનહિસાબી મળેલા રૂ. 80 લાખ તેમજ રૂ. 10 લાખની વૈભવી કાર સહિત કુલ 90 લાખનો મુદ્દામાલ કબજે લઇને સીઆરપીસી કલમ મુજબ ત્રણ મદન રોડીલાલ સાલવી રાહુલ ગોવિંદ રામગરેજા કિશનલાલ પ્રેમકુમાર લોહારની અટકાયત કરી હતી.