ફરી તંત્ર શરુ કર્યો સીલીંગની કાર્યવાહીનો સપાટો, જીજી હોસ્પિટલ સામેની 12 દુકાનો થઇ સીલ 

શા માટે તે પણ વાંચી લો 

ફરી તંત્ર શરુ કર્યો સીલીંગની કાર્યવાહીનો સપાટો, જીજી હોસ્પિટલ સામેની 12 દુકાનો થઇ સીલ 
તસ્વીર:અમરીશ ચાંદ્રા

Mysamachar.in-જામનગર:

રાજ્યના અન્ય શહેરોની સાથે સાથે જામનગરમાં પણ કોરોના સંક્રમણ દિવસે ને દિવસે વધી રહ્યું છે, ત્યારે ફરી વખત તંત્ર એક્શન મોડમાં આવ્યું છે, અને સીલીંગની કાર્યવાહી આજથી શરુ કરી છે, આજે સીટી મામલતદાર નંદાણીયા અને તેની ટીમ દ્વારા જીજી હોસ્પિટલ સામે આવેલ પાનમાવાની દુકાનો જે સોશ્યલ ડિસ્ટન્સ અને માસ્કના નિયમોનો ભંગ કરી રહ્યાનું સામે આવતા સીલ કરવામાં આવી છે, આ સીલ કરેલ દુકાનો  આવતા ત્રણ દિવસ સુધી સીલીંગ યથાવત રહેશે તો આજે પ્રથમ દિવસે 12 દુકાનોને સીલ મારી દેવામાં આવ્યા છે.