સ્કોર્પિયો કારનો અકસ્માત, 3 લોકોના સ્થળ પર મોત, 3 ઈજાગ્રસ્ત

મૃતકો અમદાવાદના રહીશ

સ્કોર્પિયો કારનો અકસ્માત, 3 લોકોના સ્થળ પર મોત, 3 ઈજાગ્રસ્ત

Mysamachar.in-સાબરકાંઠા

રાજ્યમાં અકસ્માતોની વધી રહેલ સંખ્યા વચ્ચે ગતરાત્રીના વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં હિંમતનગર શામળાજી હાઇવે પર શામળાજી તરફથી હિંમતનગર તરફ આવી રહેલી સ્કોર્પિયો નં જીજે-27-એપી-4486 રોડ સાઈડના પિલર સાથે અથડાયા બાદ ધડાકાભેર પલટી ખાઈ ગઈ હતી અને અંદર બેઠેલા 6 મુસાફરને ગંભીર ઇજાઓ થઈ હતી, એ પૈકી 3 વ્યક્તિઓના ઘટનાસ્થળે જ મોત નીપજ્યાનું જાણવા મળે છે, ગાંભોઈ પોલીસ પણ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી અને ત્રણ ઇજાગ્રસ્તને 108માં હિંમતનગર સિવિલમાં ખસેડયા હતા અને ત્રણ મૃતકોના મૃતદેહ ગાંભોઈ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડી તેમનાં પરિવારજનોને જાણ કરી હતી. સ્કોર્પિયોના ડેશબોર્ડ પરથી પોલીસ લખેલી પ્લેટ પણ જોવા મળી હતી. મૃતકોનાં નામ કમલેશ ભૂસર, ધર્મેન્દ્ર વર્મા અને પપ્પુ મામા હોવાનું પ્રાથમિક તબક્કે જાણવા મળી રહ્યું છે,