સ્કુલબસ અને બોલેરો ટકરાયા, બોલેરોની હાલત તો જુઓ કેવી થઇ 

અહી બની છે આ ઘટના 

સ્કુલબસ અને બોલેરો ટકરાયા, બોલેરોની હાલત તો જુઓ કેવી થઇ 

Mysamachar.in-કચ્છ:
આજે સવારે ભુજ તાલુકાના દેશલપર(વાંઢાય) ગામના દાદા દાદી પાર્ક નજીક આજે સવારે 7.15ના અરસામાં સ્કૂલ બસ અને બોલેરો જીપ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં એક વ્યક્તિનું સારવાર પૂર્વે જ મૃત્યુ નીપજ્યું થયું હતું. જ્યારે જીપમાં સવાર અન્ય 3 વ્યક્તિઓને ગંભીર ઇજા પહોંચતા 108 મારફતે ભુજની જીકે જનરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. અકસ્માતના પગલે લોકોની ભારે ભીડ એકઠી થઈ જવા પામી હતી અને ઘાયલોને હોસ્પિટલમાં ખસેડવામાં મદદરૂપ બન્યા હતા. નખત્રાણા પોલીસે ઘટનાસ્થળે પહોંચી આગળની કરુવાહી હાથ ધરી હતી.એસ.એલ.પી સ્કૂલની બસ નંબર (GJ-12-BT-9517)સાથે સામેથી પુરપાટ આવતી બોલેરો જીપ નંબર (GJ-16-HU-2179)ધડાકાભેર અથડાઈ પડી હતી. અકસ્માતના પગલે નખત્રાણાના કોટડા જદોડરથી વિદ્યાર્થીઓને લઈને દેશલપરના સંસ્કારધામ જતી બસમાં સવાર બાળકોનો બચાવ થયો હતો.