સ્કુલવાન ચાલકની નફ્ફટાઈ, નાની બાળકીઓને અશ્લીલ વિડીયો બતાવ્યા 

શાળાએ સ્કુલવાનમાં ભલે બાળકો ને મોકલો પણ ચેતવું ખરા...

સ્કુલવાન ચાલકની નફ્ફટાઈ, નાની બાળકીઓને અશ્લીલ વિડીયો બતાવ્યા 

Mysamachar.in-નડિયાદ:

હવસના કીડાઓ આજના સમાજમાં કેવા ભર્યા છે, તેનું વધુ એક ઉદાહરણ સામે આવ્યું છે, જેમાં નડિયાદના ડભાણ ગામની શાળામાં ધો.5માં અભ્યાસ કરતી બે બાળકીઓ સાથે સ્કુલ વાન ચાલકે અડપલા કરવાનો પ્રયાસ કરતા ચકચાર મચી છે. ધો.5ની આ વિદ્યાર્થીનીઓ શાળાએથી છુટી ત્યાર બાદ સ્કુલવાન ચાલકે બાળકીઓને ચોકલેટ આપવાની લાલચ આપી પોતાની વાનમાં બેસાડી હતી. જ્યા આ હવસખોરે બાળકીઓ સામે અશ્લીલ વીડિયો ચાલુ કરી તેમની સાથે અડપલા કરવાનું શરૂ કરી દીધુ હતુ. જોકે ડરી ગયેલી બાળકીઓએ ઘરે આવી પોતાના પરિવાજનોને સમગ્ર ઘટના અંગે જાણ કરતા સમગ્ર મામલો પોલીસ મથક સુધી પહોચ્યો હતો. પોલીસે હાલ આરોપીની ધરપકડ કરી લીધી છે.તો આરોપીને કડકમાં કડક સજા  થાય અને સમાજમાં દાખલો બેસે પોલીસના ના માત્ર કરવા ખાતરની કાર્યવાહી કરે તેવી પણ રજૂઆત કલેકટર સમક્ષ કરવામાં આવી છે.