બહુ કરી...બીડી પણ ડુપ્લીકેટ…

ઘઉં દળવાની ચક્કીના પ્લાન્ટમાંથી ઝડપાઈ

બહુ કરી...બીડી પણ ડુપ્લીકેટ…

Mysamachar.in-મહેસાણા

આપણે ત્યાં દૂધ, માવા, તેલ, ઘી, દારુ મીઠાઈ સહિતની ચીજવસ્તુઓનું ડુપ્લીકેશન સામે આવતું રહે છે, પણ કેટલાક લોકોને બીડી પીવાની આદત હોય છે, એવામાં બ્રાન્ડેડ કંપનીની બીડીની ડુપ્લીકેટ બીડીઓ બનાવવાનું કૌભાંડ સામે આવ્યું છે, મહેસાણા જીલ્લાના કડી તાલુકાના થોળ ગામે ઘઉં દળવાની ચક્કીના પ્લાન્ટની આડમાં લુઝ બીડીઓ લાવી ચારભાઇ, જશવંત છાપ સ્પે.ટેલીફોન સહિતની બ્રાન્ડેડ બીડીના માર્કાના રેપર લગાવી હોલસેલ ભાવે વેચાણ કરતા અમદાવાદના વેપારીને મહેસાણા એલસીબીએ રેડ કરી રૂ. 2.17 લાખના મુદ્દામાલ સાથે ઝડપી બાવલુ પોલીસમાં ગુનો નોંધ્યો હતો.

અમદાવાદનો રજનીકાંત દિનેશભાઇ પટેલ થોળથી અમદાવાદ જવાના રોડ સ્થિત મહાકાળી રાઇસ મિલ પાસે આવેલી માધવ એગ્રો ઇન્ડસ્ટ્રીઝ નામની ઘઉં દળવાની ચક્કીના કંપાઉન્ડમાં મકાનમાં અલગ અલગ કંપનીની ડુપ્લીકેટ બીડીઓનું પેકિંગ બનાવી હોલસેલ ભાવે વેચાણ કરતો હોવાની બાતમી આધારે ડુપ્લીકેટ માર્કાની બીડીઓ તથા લુઝ બીડીઓનો જથ્થા મળી કુલ રૂ.1.17 લાખના મુદ્દામાલ સાથે રજનીકાંત પટેલની ધરપકડ કરી હતી. રજનીકાંત પટેલ બે-અઢી વર્ષથી બ્રાન્ડેડના નામે સસ્તી બીડી વેચતો હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યુ છે. આ ધંધામાં 5થી વધુ કારીગરો રાખીને કામ કરતો હતો. છેલ્લા કેટલાક સમયથી બજારમાં બ્રાન્ડેડ બીડીમાં ઉઠેલી ફરિયાદને પગલે વેપારીઓને શંકા ગઇ જેને પગલે તપાસ થતા સમગ્ર ભાંડાફોડ થયો હતો.