બાયોડીઝલની આડમાં કૌભાંડ, તંત્રની રહસ્યમય ચુપકીદી...!

સરકારને વેરાની અઢળક નુકસાની છતા જિલ્લાઓથી રાજ્યકક્ષા સુધી રજુઆતો બેઅસર

બાયોડીઝલની આડમાં કૌભાંડ, તંત્રની રહસ્યમય ચુપકીદી...!
symbolic image

Mysamachar.in-જામનગર

હાલાર સહિત સમગ્ર રાજ્યમા ભરડો લેતા જતા ગેરકાયદેસર ડીઝલ વેચાણ સામે તંત્રની ચુપકીદીથી રહસ્ય ફેલાયુ છે, કેમકે સરકારને વેરાની અઢળક નુકસાની જાય છે છતા કેમ પગલા નથી લેવાતા એ સવાલ છે કેમકે આ કોઇ છુપી બાબત નથી જગજાહેર બાબત છે છતા આંખમીંચામણા થાય છે તે ચિંતાની અને સંશોધનની બાબત છે, બાયો–ડીઝલના નામથી અન્ય પદાર્થનું અનધિકૃત વેંચાણ રોકવા બાબતે જામનગર જિલ્લા પેટ્રોલ ડીઝલ ડીલર એસો. દ્વારા જિલ્લા કક્ષાએ રજુઆત અગાઉ કરી છે કે આપણા જિલ્લામાં અલગ-અલગ સ્થળો પરથી બાયો-ડીઝલના નામથી, અન્ય પદાર્થનું અનધિકૃત વેચાણ થતું હોવા બાબતેની માહિતી પેટ્રોલપંપ ડીલરોને મળી રહી છે.

તેમજ પ્રદુષણ ઓછું ફેલાય તે માટે તા. 1-4-2020 થી ભારત સરકારે બી.એસ.-6 ના ધારા-ધોરણ મુજબ નું ઈંધણ (પેટ્રોલ–ડીઝલ) દરેક વાહનને મળી રહે તેવી વ્યવસ્થા કરેલ છે જેથી. સરકારના પ્રયાસોથી વિરુદ્ધ બાયો-ડીઝલ ના નામથી અને કેમીકલ/ઈધણ વાહન ધારકો ને મળી રહે પરંતુ તેના બદલે કેમીકલ/ઈધણ ના ગેરકાયદેસર વેચાણથી રાજ્યો તથા કેન્દ્ર સરકારે ડીઝલ ઉપર મળતા અનેક વેરા સરકાર સુધી પહોંચતા નથી જેથી રાજકોશને  નુકસાન થાય છે, પર્યાવરણને પણ નુકસાન થાય છે તથા આવા ઈંધણ થી ચાલતા વાહનો લાંબા સમયે ખરાબ થઈ જતા હોય છે.

સમગ્ર જામનગર જિલ્લામાં બાયો-ડીઝલના નામથી વેચાતા આવા અનધિકૃત કેમીકલ/ઈધણનું વેચાણ તાત્કાલીક ધોરણે બંધ થાય તથા તેવા ગેરકાયદેસર વેપાર સાથે સંકળાયેલા લોકો વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરી સખત નશ્યત મળે તેવી માંગણી પણ રજુઆતમાં જિલ્લાકક્ષાએ લાંબા સમયથી થઇ છે છતા કોઇ પગલા લેવાતા નથી, એટલુજ નહી બીજા જિલ્લાઓમાંથી તેમજ રાજ્ય કક્ષાની રજુઆતો થઇ છે છતા સરકારમાંથી પણ પગલા લેવાતા નથી, અમુક ચર્ચા મુજબ મળતીયાઓ કમાઇ લે ભરપેટ બાદમા કદાચ દેખાવ પુરતા પગલા લેવાની સુચના આવે તો નવાઇ નહી પરંતુ હાલ પ્રમાણીક રીતે નિયમાનુસાર મંજુરી સાથે અને માન્ય ઇંધણ વેચનારાઓને ફટકા પડે છે તેનુ શુ.?