Mysamachar.in- જામનગર
ગુજરાત સરકારના રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ગાંધીનગરના સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત ગાંધીનગર દ્વારા આયોજિત અને જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી જામનગર સંચાલિત ખેલ મહાકુંભ-2022ની સૌરાષ્ટ્ર ઝોન કક્ષાની અંડર-17 વયજુથની ફૂટબોલ બહેનોની સ્પર્ધા તા.16/5/2022 થી તા.19/5/2022 દરમિયાન અને ઓપન વયજુથની ફુટબોલ બહેનોની સ્પર્ધા તા.19/5/2022 થી તા.22/5/2022 દરમિયાન કનકેશ્વરી સ્પોર્ટસ એકેડમી, રણજીતસાગર ડેમ પાસે, નારણપર, સમાણા રોડ, જામનગર ખાતે રાખવામાં આવેલ છે.
જેમાં સૌરાષ્ટ્રના 15 જિલ્લા-મહાનગરની ટીમોનાં 480 જેટલા ખેલાડીઓ ભાગ લેશે. જેમાં સરકાર દ્વારા નિવાસ, ભોજન, આવવા-જવાનું પ્રવાસ ખર્ચ, ટી-શર્ટ, કેપની વ્યવસ્થા કરવામાં આવેલ છે તેમ જિલ્લા રમત ગમત અધિકારી જામનગરની યાદીમાં જણાવાયું છે.