ડિઝાઇનર ફર્નિચરનો સૌરાષ્ટ્રનો સૌથી  મોટો શોરૂમ છે જામનગરમાં...

VIDEO જોવા ક્લીક કરો

Mysamachar.in-જામનગર:

દિવાળીના તહેવારો અને વેડિંગ સીજનને  હવે ગણતરીના દિવસો ની વાર છે,ત્યારે ડિઝાઈનર ફર્નિચર ના શોખીનો માટે જામનગર જ નહિ પરંતુ સૌરાષ્ટ્ર ના સૌથી મોટા એવા જામનગરના દરેડ ફેઝ-૩ મા ઇનહાઉસ ફર્નિચર પર લોકો પોતાની પસંદગી એટલા માટે ઉતારી રહ્યા છે કારણ કે ઇનહાઉસ મા પ્રવેશ કર્યા બાદ ફર્નિચર ની એટલી તો શ્રેણી છે કે લોકો પોતાની ચોઈસ ની પસંદગી કર્યા સિવાય બહાર નીકળી શકે નહિ...

આઉટડોર અને ઇનડોર ડિઝાઇનર ફર્નિચરના શોખીનો માટે જાણવા જેવુ છે કે, 35,000 સ્કે. ફૂટનું અનેકવિધ ડિઝાઇનર ફર્નિચરની વિશાળ રેન્જ સાથે સૌરાષ્ટ્રનો  સૌથી મોટો ફર્નિચર શો-રૂમ IN HOUSE જામનગરના દરેડ ફેસ-3 ખાતે આવેલ છે,

માર્બલ,ગ્લાસ,વૂડ,ફાયર,પ્લાસ્ટીક તેમજ અનેક પ્રકારના વિવિધ મટિરિયલ માથી  બનેલ ઈન્ડોર તથા આઉટડોર ફર્નિચરની વિશાળ રેન્જ એકજ જગ્યા પર એક સાથે જોવા મળે છે,તદુપરાંત વિવિધ કલર,કાપડ,અને ડિઝાઈનો સાથેનું ફર્નિચર પણ અહી જોવા મળે છે, હાથ બનાવટ,આધુનિક મશીનરીથી બનાવેલ મોલ્ડેડ ફર્નિચર સાથે ફર્નિચરની વિવિધતા સાથે નું ડિસ્પ્લે આ શોરૂમમાં જોવા મળી રહ્યું છે,

સૌરાષ્ટ્રમાં એક સાથે એક જ સ્થળ પર ૧ બેડ રૂમથી લઈ ૫ બેડરૂમ સુધીના ફર્નિચર સેટ તથા નાનામાં નાની દુકાન કે ઓફિસથી લઈને કોર્પોરેટ ઓફિસ,ફેક્ટરી કે શો-રૂમ માટેનું તમામ પ્રકારનું ફર્નિચર હાજરમાં અને અનેક પ્રકારની ડિઝાઈનો સાથે પસંદગી કરી શકાય તેવું સ્થળ જામનગરમાં ઉપલબ્ધ છે,

ઇનહાઉસ ફર્નિચરના ડાયરેક્ટર નિકુંજભાઈ માલદે mysamachar.in સાથે વાત કરતાં જણાવે છે કે પાંચ વર્ષના ટૂંકા ગાળામાં  હજારો ગ્રાહકો,કંપનીઓ તેમજ ઉદ્યોગપતિના ઘર,બંગલા,ફ્લૅટ,ઓફિસ,ફેક્ટરી,એમની પસંદગીનું ફર્નિચર આપવાની સિદ્ધિ પ્રાપ્ત કરનાર IN HOUSEના ડાયરેક્ટર નિકુંજભાઈ વધુમાં જણાવે છે કે જામનગર મારી માતૃભૂમિ છે અને માતૃભૂમિમાં રહેવા અને કામ કરવાની ઈચ્છા ધરાવતો હતો  માટે જ આફ્રિકન દેશ છોડી જામનગરમાં સ્થાયી થયો છું,

વર્ષો સુધી આફ્રિકન દેશમાં અભ્યાસ અને વ્યવસાય પછી જામનગર આવ્યો ત્યારે જામનગરની શોખીન જનતાને નવીનતાસભર આપવા માટે IN HOUSEની શરૂઆત કરેલી,અમદાવાદ અને મુંબઈના ડીઝાઇનરો પાસે ફર્નિચર ડિઝાઈનો બનાવી સૌરાષ્ટ્રની જનતા સમક્ષ રાખીએ છીએ સૌરાષ્ટ્રના સૌથી વિશાળ ફર્નિચર શોરૂમ જામનગરના આંગણે કરવાનો અમને ગર્વ છે,અને અમને જામનગર અને સમગ્ર સૌરાષ્ટ્રમાં થી લોકો ખરીદી ને લઈને ખુબ પ્રેમ ટૂંકાગાળામાં જ આપી રહ્યા છે,

સમગ્ર સૌરાષ્ટ્રની સાથે –સાથે જામનગર શહેર અને જીલ્લો તથા દેવભૂમિ દ્વારકા જિલ્લાના તમામ તાલુકા તથા ગામ લેવલના સેન્ટરો સુધી ઇનહાઉસ ફર્નિચરની ખ્યાતિ ફેલાયેલી છે,જેનું એકમાત્ર કારણ લોકોની જરૂરિયાત અનુસારના ફર્નિચરની ડિઝાઇન તથા વ્યાજબી ભાવ છે,ઇનહાઉસ ફર્નિચરના વિશાળ ડબલ ડેકર શો-રૂમમાં ઉત્પાદિત ફર્નિચરની દરેક શ્રેણીઓમા નિષ્ણાંત અને અનુભવી તજજ્ઞો દ્વારા બનાવાયેલ ખાસ ડિઝાઇનોને સ્થાન આપવામાં આવ્યું છે.તથા ફર્નિચરની તમામ બનાવટોમાં વપરાયેલ મટિરિયલ્સ તથા રો- મટિરિયલ્સ પણ હમેશા ઉચ્ચ ગુણવત્તાસભર વપરાશ કરવામાં આવે છે અને તેથી ઇન હાઉસ ફર્નિચરના ઉપકરણોની તમામ શ્રેણીઓનું આયુષ્ય લાંબુ હોય છે,અંતે નિકુંજભાઈ એમ પણ જણાવે છે કે અમે ગ્રાહકોનો વિશ્વાસ સંપાદન કરવા ટૂંકાગાળામાં ભલે સફળ થયા હોય પણ અમારો આવો જ વિશ્વાસ ગ્રાહકો મા બની રહે તે માટે અમે હમેશા પ્રયત્નશીલ રહીશું તેમ અંતે જણાવ્યું હતું..

આ ભવ્ય શોરૂમમા કેટલી અને કેવી વેરાઈટીઓ છે તેની ઝલક જોવા ઉપરનો વિડીયો ક્લીક કરો...