કોન્ટ્રાકટરના ચેકમાં સહી કરવા સરપંચે માંગ્યા 48,000 અને ACB પ્રગટ થઇ

આવું અન્ય ગામોમાં પણ ચાલતું હશે.?

કોન્ટ્રાકટરના ચેકમાં સહી કરવા સરપંચે માંગ્યા 48,000 અને ACB પ્રગટ થઇ

Mysamachar.in-વલસાડ

વલસાડ જીલ્લામાં લાંચ લેતા સરપંચ રંગેહાથ ઝડપાયો છે, આ કેસના ફરીયાદી કોન્ટ્રાકટનો ધંધો કરતા હોય, અને તેઓએ ભરતભાઇ ધાકલભાઇ રાઉત, સરપંચ, કરજુન ગ્રામ પંચાયત, તા.કપરાડા, જી.વલસાડના ગામમાં રસ્તા પર ડામરનું કામ પુર્ણ કરેલ હોય અને સદર કરેલ કામના રૂપિયાનો ચેક મંજુર થયેલ હોય પરતું આ કામના ઝડપાયેલ સરપંચ ચેકમાં સહી કરવાની બાકી હોય જે ચેકમાં સહી કરી આપવાના અવેજ પટે સરપંચ ભરત રાઉતે પહેલા રૂપિયા 70,000 ની માંગણી કરેલ બાદ રકઝકના અંતે રૂ.48,000 ની લાંચની માંગણી કરેલ જે લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ન હોય એ.સી.બી.પોલીસ મથક વ્યારાનો સંપર્ક કરી ફરીયાદ આપેલ જે ફરીયાદીની ફરીયાદના આધારે લાંચના છટકાનુ આયોજન કરતા સરપંચે ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી રૂ.48,000/- ની લાંચની માંગણી કરી, સ્વીકારી સ્થળ ઉપર પકડાઇ ગયેલ છે.