સેનિટાઇઝર તમને કોરોનાથી બચાવશે, પણ ફટાકડાથી નહી માટે આજે ચેતજો 

સેનેટાઈઝરમાં અલગ અલગ માત્રામાં આલ્કોહોલ હોય છે માટે...

સેનિટાઇઝર તમને કોરોનાથી બચાવશે, પણ ફટાકડાથી નહી માટે આજે ચેતજો 
પ્રતીકાત્મક તસ્વીર

Mysamachar.in-જામનગર:

જેની સૌ કોઈ રાહ જોતા હોય છે, તે દિવાળીનો તહેવાર આજે છે, પરંતુ હાલની કોરોના મહામારીને લઈને કેટલાય જાગૃત લોકો પોતાના હાથોમાં વારંવાર હેન્ડ સેનેટાઇઝરનો ઉપયોગ કરે છે, અને આજના દિવસે રાતે ફટાકડા પણ ફોડે છે, અને દિવાળીની ઉજવણી કરે છે, ત્યારે જો તમે સેનિટાઇઝર લગાવીને ફટાકડા ફોડવાનું ભારે પડી શકે છે કારણ કે  કારણ કે સેનિટાઇઝરમાં 60થી 70 ટકા આલ્કોહોલ હોય છે, જેથી દાઝી જવાની સંભાવના વધુ છે. જેથી સેનેટાઇઝર જો હાથમાં લગાવેલ હોય તો તેને સંપૂર્ણ સાફ કર્યા બાદ જ  ફટાકડા ફોડવા સલાહ ભર્યું છે,

હાથોમાં લગાવવામાં આવતા સેનિટાઇઝરમાં અલગ અલગ માત્રામાં  આલ્કોહોલ હોય છે. હાથમાં લગાવવામાં આવતું સેનિટાઇઝર મિનિટો સુધી હાથ પર રહે છે. આલ્કોહોલ અગ્નિ ઝડપી લે તેવું હોય છે, આથી ફટાકડા ફોડતી વખતે સળગી ઊઠે છે. આ સંજોગોમાં સેનિટાઇઝર લગાવ્યા પછી આલ્કોહોલની અસર હાથ પર લાંબો સમય સુધી રહે છે. સામાન્ય રીતે હવે બહાર નીકળતી વખતે લોકો વિશેષ પ્રમાણમાં સેનિટાઇઝર લગાવીને કોરોનાથી બચવાનો પ્રયાસ કરે છે, પણ દિવાળીમાં ફટાકડા ફોડતી વખતે સેનિટાઇઝર જોખમી પુરવાર થઈ શકે છે.સેનિટાઇઝર લગાવીને તરત જ તારામંડળ, બપોરિયા જેવા હાથમાં ફોડી શકાય તેવા ફટાકડા ફોડવાનું જોખમ કોઈ સંજોગોમાં લેવું હિતાવહ નથી. એ જ રીતે વધુ સેનિટાઇઝર લગાવ્યું હોય ને તરત જ દીવો પ્રગટાવવા દીવાસળી ચાંપવામાં આવે ને થોડી તકેદારી ન રખાય તો દાઝી જવાનો ભય રહે છે.