કલરવાળા મેસુબ, મોહનથાળ, બરફીના લેવાયા નમૂનાઓ

મેળામાં પણ ચેકિંગ થાય તેવી લોકમાંગ

કલરવાળા મેસુબ, મોહનથાળ, બરફીના લેવાયા નમૂનાઓ

Mysamachar.in-જામનગર:

જામનગરમાં વધી રહેલો રોગચાળો અને તહેવારોની સીઝનને ધ્યાને લઈને મનપાની ફૂડ શાખા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં આજે સતત બીજા દિવસે મીઠાઇ, ફરસાણ સહિતના ખાદ્યપદાર્થોનું આજે ચેકિંગ કરવામાં આવ્યું હતું, મનપાના ફૂડ સેફ્ટી ઇન્સ્પેકટરો ની ટીમ દ્વારા આજે હીરજીમિસ્ત્રી રોડ, દિગ્વિજયપ્લોટ સહિતના વિસ્તારોમાં આવેલ મીઠાઇ અને ફરસાણની દુકાનોમાં ચેકિંગ હાથ ધરીને ખાસ તો કલર મિશ્રિત મીઠાઈઓમા કેશરીબરફી, પાઈનેપલ બરફી, અને મોહનથાળ ના નમૂનાઓ લઇ પૃથક્કરણમાં મોકલવામાં આવશે, તો ગઈકાલે પણ લેવામાં આવેલ મેસુબ, ટોપરા મેસુબ અને મોહનથાળ ને પણ ચકાસની અર્થે મોકલવામાં આવ્યા છે,

મેળામાં પણ ચેકિંગ આવશ્યક...

ફૂડ વિભાગ દ્વારા શહેરમા ચેકિંગ અને સેમ્પલો લેવાની કાર્યવાહી કરવામાં આવી તે સારી બાબત છે , પણ સાથે જ શહેરમા યોજાઈ રહેલ બન્ને મેળાના સ્થળોએ પણ ફૂડ વિભાગ દ્વારા ખાણીપીણીના સ્ટોલો અને લારીઓ ચેકિંગ કરી અને અખાદ્ય ખોરાકનો નાશ કરાવે તે પણ લોકલાગણી જોવા મળે છે.