મીઠાની કોથળીઓ ભરવાની કામગીરી ચાલી રહી હતી અને દીવાલ કાળ બનીને તૂટી પડી, 10 ના મોત 

અન્ય કેટલાક દબાયેલા મજુરોને કાઢવાની કામગીરી ચાલી રહી છે 

મીઠાની કોથળીઓ ભરવાની કામગીરી ચાલી રહી હતી અને દીવાલ કાળ બનીને તૂટી પડી, 10 ના મોત 

Mysamachar.in-મોરબી:

મોરબી જીલ્લાના હળવદ જીઆઇડીસીમાં આવેલ સાગર સોલ્ટ નામના મીઠાના કારખાનામાં બપોરે બાર વાગ્યા આસપાસ રાબેતા મુજબ મીઠાની કોથળી ભરવાની કામગીરી ચાલી રહી તે  દરમિયાન અચાનક કોઈ કારણોસર દીવાલ જાણે કાળ બનીને ધસી પડતા કામ કરી રહેલા 30 જેટલા શ્રમિકો દબાઈ જતા સમગ્ર પરિસર ચીસાચીસથી ગુંજી ઉઠ્યું હતું, ઘટનાને પગલે જેસીબી અને હીટાચી મશીન  દ્વારા કાટમાળ હટાવીને કાટમાળ હેઠળ દબાયેલ લોકોને બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે, પ્રાથમિક માહિતી પ્રમાણે આ દુર્ઘટનામાં 10 ના મોત નીપજ્યા છે જયારે મૃત્યુઆંક વધવાની સંભાવના છે, કાટમાળ નીચે દબાયેલા બહાર કાઢવામાં આવેલ ઈજાગ્રસ્તને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા ઘટનાની જાણ થતા જીલ્લાના ઉચ્ચ અધિકારીઓ પણ સ્થળ પર જવા રવાના થઇ ચુક્યા છે, તો સરકારે પણ ઘટનાનો રીપોર્ટ સ્થાનિક તંત્ર પાસેથી માંગ્યો છે.